Home /News /madhya-gujarat /વડોદરા: છકડાને કચડીને કન્ટેનર એરફોર્સની દીવાલમાં અથડાયું, બે બાળકો સહિત દસનાં મોત

વડોદરા: છકડાને કચડીને કન્ટેનર એરફોર્સની દીવાલમાં અથડાયું, બે બાળકો સહિત દસનાં મોત

અકસ્માત બાદની તસવીર

Vadodara Accident: પ્રાથમિક માહિતી પ્રમાણે, છકડામાં સવાર થોડા લોકો પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. જ્યારે થોડા પોતાના ગામથી પાછા આવી રહ્યા હતા.

    વડોદરા : શહેરમાં દરજીપુરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. છકડાને કચડી કન્ટેનર એરફોર્સની દીવાલમાં ઘુસી ગયુ હતુ. આ ગોઝારા અકસ્માતમાં બે બાળકો સહિત દસ લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં પહેલા પાંચ લોકોના મોત નીપજ્યાના સમાચાર મળ્યાં હતા. જે બાદ આંકડો વધીને દસ થયો છે. એરફોર્સ જવાનો ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ ગયા છે. સાત લોકો ઇજાગ્રસ્ત હોવાની જાણકારી મળી રહી છે. ઘાયલો પૈકી ઘણાની હાલત ગંભીર છે.

    પ્રાથમિક માહિતી પ્રમાણે, છકડામાં સવાર થોડા લોકો પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. જ્યારે થોડા પોતાના ગામથી પાછા આવી રહ્યા હતા. હાલ આ લોકો કોણ છે તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ અને ફાયરની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી અને વધુ તપાસ હાથ ધરી છે.

    ઇજાગ્રસ્તોની ચાલી રહી છે તપાસ


    આ લોકો ગોલ્ડન ચોકડીથી છકડામાં બેસીને પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન આ મોટું કન્ટેઇનર રોંગ સાઇડ પરથી આવીને છકડાને અડફેટે લીધું હતુ. છકડામાં સવાર આ લોકો ક્યાંના છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ આ અંગે કોઇ માહિતી મળી રહી નથી કે આ મૃતકોના નામ શું છે કે, તેઓ ક્યાં જઇ રહ્યાં હતા અને ક્યાંના રહેવાસી છે.

    અક્સમાત બાદ ટ્રાફિકની સમસ્યા સર્જાઇ


    આ પણ વાંચો: અમદાવાદમાં 10 મહિનામાં કેટલા અકસ્માત થયા જાણીને ફાટી જશે આંખો

    છકડામાં બેઠેલા ડ્રાઇવરે શું કહ્યુ?


    છકડામાં સવાર મુસાફર નરેશભાઇએ અકસ્માત બાદ જણાવ્યુ કે, અમે કડિયાકામ કરીએ છીએ એટલે વાધોડિયાથી ગામડે ગયા હતા. ત્યાંથી સામાન લઇને પાછા આવીને કાપ પર જતા હતા. તે માટે અમે રિક્ષામાં બેઠા હતા. અમારી રિક્ષા બાજુમાં જ ચાલતી હતી. પણ કન્ટેઇનર રોંગ સાઇડ પરથી આવીને અથાડી દીધું. હું ડ્રાઇવરની બાજુમાં આગળ બેઠો હતો.

    આ પણ વાંચો: પહેલીવાર AMCના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ

    અમદાવાદમાં પણ થયો હતો અકસ્માત


    અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા વીઆઇપી રોડ પર પણ એક ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ ડમ્પર પૂરપાટ ઝડપે દોડી આવતાં ટુ વ્હીલરને ફંગળ્યું હતુ. આ અકસ્માતમાં ટુ વ્હીલર પર સવાર દંપતીને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા ફરિયાદ લઈને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અકસ્માત, ગુજરાત, વડોદરા સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन