Home /News /madhya-gujarat /Vadodara: 17 કિલો વજન ઘટાડી મહિલા કોન્સ્ટેબલે કોપ ઓફ ધ મન્થ ખિતાબ જીત્યો, મનપસંદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થઈ

Vadodara: 17 કિલો વજન ઘટાડી મહિલા કોન્સ્ટેબલે કોપ ઓફ ધ મન્થ ખિતાબ જીત્યો, મનપસંદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થઈ

X
83

83 કિલોમાંથી 17 કિલો વજન ઘટાડ્યું

વડોદરાના કોન્સ્ટેબલ મોનિકાબેનનું 83 કિલો વજન હતું અને તે રેડ કેટેગરીમાં આવતા હતા.બાદ યોગ નિષ્ણાંત અને ડાયેટિશયનના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી હતી. મોનિકાબેને 17 કિલો વજન ઘટાડી 66 કિલો કર્યું છે અને કોપ ઓફ ધ મન્થ સન્માન કરવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
Nidhi Dave, Vadodara: વડોદરા શહેરમાં પોલીસ જવાનોની તંદુરસ્તી માટે ખાસ યોગ નિષ્ણાંત અને ડાયેટિશયનના માર્ગદર્શન હેઠળ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા કોન્સ્ટેબલ મોનિકાબેને 17 કિલો વજન ઘટાડતાં પોલીસ કમિશનરે ‘ કોપ ઓફ ધ મન્થ ’ તરીકે સન્માન કરી તેમને મનપસંદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપ્યું હતું.

83 કિલોમાંથી 17 કિલો વજન ઘટાડ્યું

કોન્સ્ટેબલ મોનિકાબેને જણાવ્યું હતું કે, મારુ 83 કિલો વજન હતું. મને પહેલા ખબર જ ન હતી કે, વધારે વજનથી કેટલા ગેરફાયદા થાય છે. આપણા સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે. પરંતુ જ્યારે વડોદરા પોલીસ દ્વારા આ નવો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો, એમાં મારું વધારે વજનમાં નામ હતું. જેથી મેં યોગ્ય તાલીમ લીધી. સમયસર યોગા અને ડાયટ કર્યું અને આજે મારુ 66 કિલો વજન થઈ ગયું છે. મને રેડ કેટેગરીમાંથી ગ્રીન કેટેગરીમાં મૂકી દીધી. જેથી કરીને મને મારુ મનપસંદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ મળ્યું છે.

એક વર્ષમાં 30 પોલીસ જવાનોએ વજન ઘટાડ્યું

હાલ 200 પોલીસ જવાનો રેડ કેટેગરીમાં છે અને તે પૈકી એક વર્ષમાં 30 પોલીસ જવાનોએ વજન ઘટાડ્યું છે. હાલ યેલો કેટેગરીમાં જે પોલીસ જવાનો તેઓ ગ્રીન કેટેગરીમાં આવે તે માટેના પ્રસાયો કરવામાં આવી રહ્યા છે.હેડ ક્વાર્ટરમાં યોગની પણ તાલીમ અપાય રહી છે. અનફિટ જવાનો ફિટ બને તે માટે ડોક્ટરની પેનલ બનાવી છે. ઉપરાંત ડાયેટિશિયનની પણ મદદ લેવાઈ રહી છે.
First published:

Tags: Gujarati Police, Local 18, Vadoadara