કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુખ્યમંત્રીએ ફોન કરીને ખબર અંતર પૂછ્યા

News18 Gujarati
Updated: June 22, 2020, 3:33 PM IST
કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુખ્યમંત્રીએ ફોન કરીને ખબર અંતર પૂછ્યા
ભરતસિંહ સોલંકી (ફાઇલ તસવીર)

કૉંગ્રેસ નેતા ભારતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે વડોદરાની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા.

  • Share this:
વડોદરા : કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી (Gujarat Congress Leader)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવતા તેમને સારવાર માટે વડોદરાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી છે. તાજેતરમાં જ તેઓની રાજ્યસભા (Rajya Sabha Election)ની ચૂંટણીમાં હાર થઈ છે. ચૂંટણી દરમિયાન ભરતસિંહ સોલંકી અનેક નેતાઓ, મીડિયાકર્મીઓ અને અધિકારીઓના સંપર્કમાં આવ્યા હોવાથી હવે સ્વાસ્થ્ય વિભાગ તરફથી આ લોકોને હોમ ક્વૉરન્ટીન અથવા તેમનો કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ભરતસિંહ કૉંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર હોવાથી 19મી જૂનના રોજ ગુજરાત વિધાનસભા પણ ગયા હતા.

મુખ્યમંત્રીએ ખબર અંતર પૂછ્યા

ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફોન કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. આ દરમિયાન તેમણે યુ એન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં વીઆઈપીઓ માટે ખાસ વ્યવસ્થા રાખી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં ટેલિફોન ખબર પૂછતી વખતે મુખ્યમંત્રી રૂપાણીએ જરૂર પડે તો તમામ મદદની ખાતરી આપી હતી.

વડોદરાની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા

ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને વડોદરા શહેરની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

હજારો કાર્યકરો અને નેતાઓને મળ્યા હોવાથી ચિંતા વધી19મી જૂનના રોજ યોજાયેલી યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી માટે ભરતસિંહ સોલંકી કૉંગ્રેસના ઉમેદવાર હતા. આથી તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે કૉંગ્રેસના હજારો કાર્યકરો, ધારાસભ્યો અને નેતાઓને મળ્યાં હતાં. તેમણે તમામ મીડિયાકર્મીઓને પણ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. અમદાવાદ ખાતે જે હોટલમાં કૉંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા ત્યાં પણ તેઓ રોકાયા હતા. આ કારણે હવે ચિંતા વધી છે.

શક્તિસિંહ સાથે એક જ કારમાં ગાંધીનગર ગયા હતા

 

કૉંગ્રેસ તરફથી વિજેતા થયેલા ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ ગોહિલ એક જ કારમાં અમદાવાદથી ગાંધીનગર ગયા હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત બંનેએ સાથે જ મીડિયાને ઇન્ટરવ્યૂ પણ આપ્યા હતા. ચૂંટણી દરમિયાન તેઓ હજારોની સંખ્યામાં નેતાઓ અને કાર્યકરોને મળ્યાં હતાં. એટલું જ નહીં પોતે ઉમેદવાર હોવાથી તેઓ અનેક અધિકારીઓને પણ મળ્યાં હતાં. આ જ કારણે હવે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની પરેશાની વધી છે.

ભરતસિંહ અનેક લોકોનાં સંપર્કમાં આવ્યા છે ત્યારે હેલ્થ વિભાગ હવે તેમના સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વૉરન્ટીન કરી શકે છે અથવા તેમનો કોરોના ટેસ્ટ કરી શકે છે. જો આવું થશે કો શક્તિસિંહ સહિતના લોકોએ હોમ ક્વૉરન્ટીન થવું પડશે.

આ પણ વાંચો : 
First published: June 22, 2020, 2:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading