વડોદરા : બોગસ તાંત્રિકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થતા ખળભળાટ, દુષ્કર્મ સમયે કર્યું Video શુટિંગ

વડોદરા : બોગસ તાંત્રિકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થતા ખળભળાટ, દુષ્કર્મ સમયે કર્યું Video શુટિંગ
બોગસ તાંત્રીકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું (બોગસ તાંત્રિક સાથે પ્રતિકાત્મક તસવીર)

તાંત્રિકની વાતામાં આવી તેમના પર વિશ્વાસ કર્યો હતો. એકદિવસ સેવાના નામે આશ્રમે બોલાવી હતી, આ સમયે ઘેનની ગોળીઓ આપી મારી સાથે ઢોંગી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું

  • Share this:
વડોદરા: રાજ્ય સહિત દેશભરમાં ઢોંગી બાબાઓના અનેક વખત કૌભાંડો અને પાપ લીલાઓ બહાર આવી છે. વડોદરામાં પણ એક બોગસ તાંત્રિક કેટલાક સમયથી ચર્ચામાં આવ્યો હતો. આ બોગસ તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાય વિરુદ્ધ વધુ એક ફરિયાદ સામે આવતા પોલીસ હરકતમાં આવી ગઈ છે. હવે એક યુવતીએ ઢોંગી તાંત્રિક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે, તાંત્રિકે દુષ્કર્મ બાદ વીડિયો શુટીંગ કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં બોગસ તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાય પર દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. સગીરાએ આ મામલે હિમ્મત કરી ફરિયાદ નોંધાવી છે.સગીરાની ફરિયાદ અનુસાર, ૨૦૧૫માં સેવાના નામે બોલાવી તેની સાથે તાંત્રિકે દુષ્કર્મ આચર્યું હતું. મહત્વની વાત એ છે કે, તે સમયે તેણે વિડિઓ શુટિંગ પણ કર્યું હતું. સગીરાએ આપવીતી કહેતા ફરિયાદમાં કહ્યું છે કે, 2015માં આ તાંત્રિકની વાતામાં આવી તેમના પર વિશ્વાસ કર્યો હતો. એકદિવસ સેવાના નામે આશ્રમે બોલાવી હતી, આ સમયે ઘેનની ગોળીઓ આપી મારી સાથે ઢોંગી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે બાબાની મદદ કરવામાં એક અન્ય મહિલા પણ સામેલ હતી.

સુરેન્દ્રનગરમાં ક્રૂર હુમલો: ગુંડાતત્વોએ યુવાનનો હાથ કાપી ફેંકી દીધો, હાલત ગંભીર

સુરેન્દ્રનગરમાં ક્રૂર હુમલો: ગુંડાતત્વોએ યુવાનનો હાથ કાપી ફેંકી દીધો, હાલત ગંભીર

આ મામલે સગીરાએ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રશાંત ઉપાધ્યાય સહીત મહિલા સાગરીત વિરુદ્ધ ફરિયાદ નોંધવામમાં આવી છે. પોલીસે સગીરાની ફરિયાદના આધારે બાબા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે, વિવાદસ્પદ તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાય પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવાના બહાને તેના જ પૂર્વ અનુયાયી દંપતી પાસેથી ટુકડે ટુકડે 10.41 લાખ પડાવી લીધાનો આરોપ થતા પ્રશાંતે ફરિયાદીને મારી નાંખવાની અને ખોટા કેસોમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. જેથી ગોત્રી પોલીસે તાંત્રિક પ્રશાંતની ધરપકડ કરી ઊંડી તપાસ માટે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

સુરત: વરાછામાં નબીરાના અશ્લિલ ચેનચાળા, પરિણીતાએ બતાવી હોશિયારી, થશે હવે જોવા જેવી

સુરત: વરાછામાં નબીરાના અશ્લિલ ચેનચાળા, પરિણીતાએ બતાવી હોશિયારી, થશે હવે જોવા જેવી

આ દરમિયાન તેણે છાતીમાં દુખાવાની અને ઊલટીની ફરિયાદ કરતાં ગોત્રી પોલીસે તેને એસએસજી હોસ્પિટલમાં પણ સારવાર માટે ખસેડ્યો હતો. પ્રશાંતે અન્ય કેટલી મહિલાઓ પાસેથી આ પ્રકારે પૈસા પડાવ્યા છે. અગાઉ પણ પ્રશાંત સામે મહિલા સાથે દુસ્કર્મ અને છેતરપિંડીની ગોત્રી અને વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના બગલામુખી મંદિરના તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયને દુષ્કર્મ અને છેતરપિંડીના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાંથી 14 દિવસના જામીન મળ્યા હતા. જોકે જામીન પૂર્ણ થતાંના સમયે ઊંઘની ગોળીઓ ખાઈ લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. છેતરપિંડીના બે કેસ અને દુસ્કર્મનો આરોપી હાલ જેલની હવા ખાઇ રહ્યો છે, ત્યારે બગલામુખી મંદિરના પ્રશાંત સામે હવે એક સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગોત્રી પોલીસે દુસ્કર્મની ફરિયાદના પગલે તાંત્રિક પ્રશાંતની ટ્રન્સફર વૉરંટથી જેલમાંથી કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરશે.
Published by:kiran mehta
First published:October 31, 2020, 18:03 pm

ટૉપ ન્યૂઝ