Home /News /madhya-gujarat /

Kangana Ranaut : કંગના રનૌત સામે વિવાદિત નિવેદન મુદ્દે વડોદરાની કોર્ટમાં FIR, જાણો શું હતો મામલો

Kangana Ranaut : કંગના રનૌત સામે વિવાદિત નિવેદન મુદ્દે વડોદરાની કોર્ટમાં FIR, જાણો શું હતો મામલો

કંગના રનૌત (Kangana Ranaut) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી

Vadodara News : ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દરમીયાન આપણાં દેશને સને 1947 માં આઝાદી નહીં પરંતુ ભીખ મળી હતી. સાચી આઝાદી તો 2014 માં મળી છે. તેવું નિવેદન આપનાર બોલીવુડની અભિનેત્રી કંગના રણોત સામે ગુનો દાખલ કરવા માટે ગત તારીખ 11 મી નવેમ્બર 2021 ના રોજ પોલીસ કમિશનરને લેખીત રજુઆત કરી હતી

વધુ જુઓ ...
    Vadodara News: ભારત દેશની (India) આઝાદીના અમૃત મહોત્સવની (Aazadi ka Amrut Mahotsav) ઉજવણી દરમીયાન આપણાં દેશને સને 1947 માં આઝાદી (Freedom) નહીં પરંતુ ભીખ (Beg) મળી હતી. સાચી આઝાદી તો 2014 માં મળી છે. તેવું નિવેદન આપનાર બોલીવુડની અભિનેત્રી (Bollywood Actress) કંગના રણોત (Kangana Ranaut) સામે ગુનો દાખલ કરવા માટે ગત તારીખ 11 મી નવેમ્બર 2021 ના રોજ પોલીસ કમિશનરને લેખીત રજુઆત કરી હતા.

    તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાથી વડોદરા શહેરના કાયદાશાસ્ત્રીએ આજે અભીનેત્રી સામે ફોજદારી કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી. જેનું ઓન લાઈન હીયરીંગ થતાં અગાઉ આપેલી લેખીત ફરીયાદમાં શું તપાસ કરી છે તેનો પ્રગતિ અહેવાલ તારીખ 19 મી માર્ચ સુધી કોર્ટમાં રજુ કરવા અદાલતે પોલીસને તાકીદ કરી છે.

    નવેમ્બર 2021 માં એક વિવાદીત નિવેદન આપ્યું હતુ

    બોલીવુડની અભિનેત્રીએ ગત નવેમ્બર 2021 માં એક વિવાદીત નિવેદન આપ્યું હતુ. અભિનેત્રી કંગનાએ જણાવ્યુ હતુ કે, આપણાં દેશને સને 1947 માં આઝાદી નહીં પરંતુ ભીખ મળી હતી. સાચી આઝાદી તો 2014 માં મળી છે. ત્યારે વડોદરા શહેરના વકીલ જુનેદ સૈયદ (રહે , યાકુતપુરા) એ બોલીવુડની અભીનેત્રી કંગના રણોત ( રહે. મુંબઈ ) સામે આઈ. પી. સી. 504, 505 અને 124 ( એ ) મુજબ ગુનો રજિસ્ટર કરવા માટે તારીખ 11 મી નવેમ્બર 2021 ના રોજ પોલીસ કમિશનર ડૉ. સમશેર સિંઘના દફતરમાં લેખીત ફરીયાદ આપી હતી.

    ફોજદારી કોર્ટમાં ફરીયાદ

    આમ છતાં પોલીસ તરફથી આજદિન સુધી ગુનો નોંધવામાં નહીં આવતાં, જુનેદ સૈયદે અત્રેની ફોજદારી કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી. જે ફરીયાદ અંગે આજરોજ ઓન લાઈન સુનાવણી થઈ હતી. સી. આર. પી. સી. 210 ની જોગવાઈ પ્રમાણે આ કિસ્સામાં અગાઉ જે લેખીત ફરીયાદ અપાઇ હતી, તે સંદર્ભમાં શું કાર્યવાહી કરી છે તેનો પ્રગતિ અહેવાલ તારીખ 19 મી માર્ચ સુધીમાં કોર્ટમાં રજુ કરવાની અદાલતે પોલીસને તાકીદ કરી હતી.
    First published:

    Tags: Kangana ranaut, ગુજરાતી સમાચાર

    આગામી સમાચાર