સ્ટાર ઇન્ડિયા સંસ્થા દ્વારા એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આકર્ષિત પક્ષીઓના ઘર બનાવવામાં આવ્યા, જેમ કે વડોદરા શહેરની લાલ કોર્ટ, રાવપુરા ટાવર, તાજમહેલ, પક્ષીઓના ઘરની કોલોની, વગેરે. આ આકર્ષક ઘરમાં તે આવી અને વસવાટ કરે એ હેતુસર ખાસ આયોજન કરવામાં આવ્યું.
Nidhi Dave, Vadodara: લ્યો એક ચકલી સૂકી ડાળીમાં પુરે જાણ, એનો કલબલાટ બને ફળ- ફૂલ- પણ. એક કવિની આ રચના જાણે આજની શહેરમાં રહેતી પેઢી માટે તો કાવ્યસંગ્રહના પાને જ ગઈ છે. કારણ કે સિમેન્ટ કોંક્રીટના જંગલો બનતા ગયા અને આપણા ઘરના આંગણામાં રોજ સવારે કલબલાટ કરતી ચકલીઓ ગાયબ થવા લાગી છે.
હાલમાં લુપ્ત થઈ રહેલી ચકલીઓને બચાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેઓના અસ્તિત્વ માટે, તેઓ માળો બનાવી શકે તે માટે પણ અનેક પ્રયાસો થઈ રહ્યા છે.
સ્ટાર ઇન્ડિયા સંસ્થા દ્વારા એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ચકલીના માળા બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી. આ સ્પર્ધામાં દેશભરમાંથી 580 જેટલી એન્ટ્રી આવી.
અને તેને પ્રદર્શનમાં મુકવામાં આવી. વડોદરા ખાતે જ્યુરીએ આ માળાઓનું નિરીક્ષણ કર્યું અને તેમાંથી બેસ્ટ 3 માળાઓને ઇનામો આપવાની જાહેરાત કરવામાં આવી છે.
અલગ અલગ 4 વય મર્યાદા મુજબ કેટેગરી રાખવામા આવી છે. આ અંગે કાર્યક્રમના ક્યુરેટર પૂજા પટેલે જણાવ્યું કે, 3 વર્ષથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમાંથી અલગ અલગ શહેરોમાંથી પ્રતિસાદ આવે છે.
આકર્ષિત પક્ષીઓના ઘર બનાવવામાં આવ્યા જેમ કે વડોદરા શહેરની લાલ કોર્ટ, રાવપુરા ટાવર, તાજમહેલ, પક્ષીઓના ઘરની કોલોની, વગેરે.
આ આકર્ષક ઘરમાં તે આવી અને વસવાટ કરે એ હેતુસર ખાસ આયોજન કરવામાં આવ્યું.
વડોદરાની ધો. 8 માં અભ્યાસ કરતી યુતિકા મિસ્ત્રીએ જણાવ્યું હતું કે મેં તેઓ માટે ખાસ કોલોની બનાવી છે.
જેમાં તે આરામથી જઈ શકે અને બહાર બેસી પણ શકે તેવી વ્યવસ્થા કરી છે. હાલમાં ચક્લીઓનુંઅસ્તિત્વ જોખમાયું છે ત્યારે આ પ્રકારના આયોજનોઆવકરદાયક છે.