Home /News /madhya-gujarat /

Vadodara news: પાણીગેટ પોલીસની સર્વેલન્સ ટીમની પ્રશંસનીય કામગીરી, ગુમ થયેલા નવ મોબાઈલ શોધી કાઢ્યા

Vadodara news: પાણીગેટ પોલીસની સર્વેલન્સ ટીમની પ્રશંસનીય કામગીરી, ગુમ થયેલા નવ મોબાઈલ શોધી કાઢ્યા

1.66 લાખની કિંમતના 9 ગુમ થયેલા મોબાઈલની ભાળ મેળવી મૂળ માલિકોને પરત અપાવ્યા..

પાણીગેટ પોલીસની ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સનો બખૂબી ઉપયોગ કરવામાં આવ્યો હતો. તથા અથાક મહેનત અને ચતુરતાથી વડોદરાના નાગરિકોના 9 જેટલાં ગુમ થયેલા મોબાઈલની ભાળ મેળવવામાં આવી હતી.

    Vadodara news:  વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથકની સર્વેલન્સ ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. પાણીગેટ પોલીસની ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સનો બખૂબી ઉપયોગ કરવામાં આવ્યો હતો. તથા અથાક મહેનત અને ચતુરતાથી વડોદરાના નાગરિકોના 9 જેટલાં ગુમ થયેલા મોબાઈલની ભાળ મેળવવામાં આવી હતી.

    અંદાજે આ તમામ મોબાઈલ રૂપિયા 1.66 લાખની કિંમતના અને જુદી જુદી કંપનીઓના આ ચોરાઈ ગયેલા મોબાઈલ પરત મેળવ્યા છે. અને આ તમામ મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા. મોબાઈલ માલિકોને તેમના મોબાઈલ મળતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તદુપરાંત મોબાઈલ માલિકો એ વડોદરા શહેરની પાણીગેટ ટીમની કામગીરીને બિરદાવી હતી.

    વડોદરા પાણીગેટ ઝોનના મદદનીશ પોલીસ કમિશનર એસ.જી.પાટિલે ટીમની કામગીરીને બિરદાવી છે. શહેર પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સામાન્ય નાગરિકોને મદદરૂપ બનવાની સૂચના આપવામાં આવી છે. જેના હેઠળ આ પ્રકારની કામગીરી પાણીગેટ પોલીસ મથક દ્વારા સતત કરવામાં આવી રહી છે. તથા આવનારા સમયમાં પણ આ પ્રકારની કામગીરી કરી વડોદરાવાસીઓને હંમેશા મદદરૂપ રહેશે.

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! kheda કેમ્પમાં LRDની ભરતીમાં દોડની પ્રક્રિયામાં યુવક જિંદગીની 'રેસ' હારી ગયો, દોડ પુરી કરી રૂમમાં સુતો પછી ઉભો જ ન થયો

    આજના જમાનામાં મોબાઈલ એક એવી વસ્તુ છે કે જેમાં વ્યક્તિનો તમામ ડેટા હોય છે. તેમાં ખાસ કરીને પોતાનું પર્સનલ મેઈલ, બેન્ક એકાઉન્ટ, ફોટો, મહત્વના ડોક્યુમેન્ટ, વગેરે જેવા અન્ય ખૂબ જ જરૂરી ડેટા મોબાઇલમાં સમાયેલો હોય છે. જો આ તમામ વસ્તુઓ કોઈના હાથે લાગી જાય તો ઘણું મોટું નુકસાન થવાની પણ સંભાવના રહેતી હોય છે. તથા આજકાલ તો ફ્રોડના કેસો ખુબ જ વધવા લાગ્યા છે. તથા જ્યાં ત્યાં લૂંટ મચેલી છે. તથા માહિતીનો ખોટી રીતે ઉપયોગ પણ થયી શકે છે. જેથી વડોદરા શહેરના પાણીગેટ પોલીસ ની સર્વેલન્સ ટીમ એ જે નાગરિકોના મોબાઈલ શોધવાનું કામ કરેલ છે તે પ્રશંસાને તથા ઈનામને પાત્ર છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, વડોદરા પોલીસ, વડોદરા સમાચાર

    આગામી સમાચાર