Home /News /madhya-gujarat /Vadodara: આ વ્યક્તિ પથ્થર ભેગા કરી બન્યો અમીર, કેટલાક તો લાખો રૂપિયાના, VIDEO

Vadodara: આ વ્યક્તિ પથ્થર ભેગા કરી બન્યો અમીર, કેટલાક તો લાખો રૂપિયાના, VIDEO

X
મુંબઈ

મુંબઈ સ્થાયી થયેલાં નીતિન જડિયા પાસે 5000થી વધુ પેઈન્ટિંગ્સનો પણ સંગ્રહ.

મુબંઈના આર્ટ કલેક્ટર નિતિન જડિયાએ સંગ્રહિત કરેલાં પ્રિશિયસ અને સેમી પ્રિશિયસ સ્ટોન્સનું અદ્ભૂત કલેક્શન છે. જેમાં વર્ષો જુનાં દેશ - વિદેશની ખીણોના દુર્લભ પથ્થરો પણ છે.

    Nidhi Dave, Vadodara: વડોદરા શહેરમાં અનેક સંગ્રહકારો વસેલા છે કે જેમને અવનવી વસ્તુઓનો સંગ્રહ કરવાનો ખૂબ જ શોખ રહેલો છે. જેમકે જીવજંતુઓ, ચોકલેટ રેપર, પથ્થરો, નાના મોટા વોટર પોટ્સ, ટપાલ ટીકીટ, વગેરે. આમ વડોદરાવાસી પરંતુ મુંબઈમાં જ સ્થાયી થયેલા નિતીન જડિયા પાસે 50 હજાર વર્ષ જૂનું ફોસિલ શંખ, જામી ગયેલો ઉલ્કાનો પથ્થર, પ્રિસિયસ સ્ટોન, વગેરે પથ્થરોનો સંગ્રહ કર્યો છે.

    મુબંઈના આર્ટ કલેક્ટર નિતિન જડિયાએ સંગ્રહિત કરેલાં પ્રિશિયસ અને સેમી પ્રિશિયસ સ્ટોન્સનું અદ્ભૂત કલેક્શન છે. જેમાં વર્ષો જુનાં દેશ - વિદેશની ખીણોના દુર્લભ પથ્થરો પણ છે. જે પૈકી 50 હજાર વર્ષ જુનું ફોસિલ શંખ અને જામી ગયેલો ઉલ્કાનો પથ્થર સામિલ છે. જે વિશે નિતિન જડિયાએ કહ્યું હતું કે, સ્ટોન્સનો અમારો ફેમિલિ બિઝનેસ છે. હું છેલ્લાં 30 વર્ષથી વિવિધ એન્ટિક ચીજ - વસ્તુઓનું કલેક્શન કરું છું. મારી પાસે 5 હજાર જેટલી વિવિધ પેઈન્ટિંગ્સનો સંગ્રહ છે. તે સિવાય પણ ઘણું દુર્લભ કલેક્શન મૌજુદ છે.



    અહીં મેં વડોદરાની 511 મી વર્ષગાંઠ નિમિત્તે 511 થી વધુ સ્ટોન્સ પ્રદર્શિત કર્યાં છે. જેમાં ખંભાતની ખીણના ઓરિજનલ અકીક છે, જેમાં હિલિંગ પાવર રહેલો છે. તે સિવાય સેમી પ્રિશિયસ સ્ટોન્સમાં કાચા સ્ટોન્સથી લઈને પોલિશ થયેલાં સ્ટોન્સ છે. ઉપરાંત માણેક, મોતી, બ્લ્યુ સફાયર, ગોલ્ડન પાયરાઈટ, રુબી, ડાયમંડ, સુગ્નાઈટ જે વોટર પ્યોરિફિકેશનમાં વપરાય છે.



    તે સિવાય વિવિધ પથ્થરોમાં હેન્ડમેડ કાર્નિંગ કરેલાં ગણેશજી સહિત ઘણાં દુર્લભ પથ્થરો છે. અને ખાસ કરીને બોલીવુડ એક્ટર સલમાન ખાન જે વાદળી રંગનો સ્ટોન પોતાના બ્રેસલેટમાં પહેરે છે, એ પથ્થર પણ નીતિનભાઈ પાસે ઉપલબ્ધ છે અને એના વિશે જાણકારી પણ આપી કે, આ વાદળી રંગનો પથ્થર ખૂબ જ લાભદાયી છે અને નેગેટિવિટીને દૂર કરી પોઝિટિવિટી ગ્રહણ કરે છે અને સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદરૂપ બને છે.

    First published:

    Tags: Local 18, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन