Nidhi Dave, Vadodara: વડોદરાના જાણીતા કોફી આર્ટિસ્ટ ઉદય કોરડે કે જેઓ કોફી પેઇન્ટિગ થકી પોતાની અનોખી આવડતના કારણે જાણીતા છે. તેઓને તા. 22 જાન્યુઆરીના રોજ પરાક્રમ દિવસના શુભ અવસર નિમિતે oasis world record (recognized by indian govt.) ઇન્ડિયન ઇન્ટરનેશનલ સેન્ટર દિલ્હી ખાતે એવોર્ડ ફંક્શનમાં બે નામાંકિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.
પરાક્રમ દિવસનું મહત્વ
નેતાજી સુભાષચંદ્ર બોઝની ભાવના અને રાષ્ટ્રપ્રત્યે નિસ્વાર્થ સેવા ભાવના અને યાદગીરી માટે દર વર્ષે 23 જાન્યુઆરીએ એમના જન્મદિવસને "પરાક્રમ દિવસ"ના રૂપમાં ઉજવવામાં આવે છે.
જેથી કરીને યુવાનો તેમના કાર્યો પ્રત્યે પ્રેરિત થાય. તેવા મુખ્ય ઉદ્દેશથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝના આ વર્ષે 126 મી જન્મજયંતીના અવસર પર આ એવોર્ડ શો દિલ્હી ખાતે રાખવામાં આવ્યો છે.
ભારતમાંથી પ્રોગ્રામ માટે 2200 લોકોને નામાંકીત કર્યા હતા
આ વખતે સમગ્ર ભારતમાંથી પ્રોગ્રામ માટે 2200 લોકોને નામાંકીત કર્યા હતા. જેમાંથી 100 લોકોના કામને જોઈને અલગ અલગ શ્રેણીમાં તેઓને એવોર્ડ આપવામાં આવ્યાં.
જેમાંથી વડોદરા શહેરના રાવપુરા ખાતે રહેતા ઉદય ઉલ્હાસ કોરડેને બેસ્ટ કૉફી આર્ટિસ્ટ તરીકે તારીખ 22 જાન્યુઆરીના રોજ દિલ્હી આઈ.આઈ.સી ( IIc) સેન્ટર ખાતે એવોર્ડ મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જેમાં તેઓને 2 મહત્વના અને ઉચ્ચ કોટીના એવોર્ડ આપવામાં આવ્યાં હતાં.
આમ, વડોદરાના રત્ન એવા કોફી આર્ટીસ્ટ ઉદય કોરડેને દિલ્હી ખાતે 2 એવોર્ડ રેડ કાર્પેટ પર બોલાવીને મિનિસ્ટરના હસ્તે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેઓએ અત્યાર સુધી કોફી પાવડર વડે અલગ અલગ પ્રકારની પેઇન્ટિંગ અને અનેક જાણીતી હસ્તીઓના પણ પેઇન્ટિગ કર્યા છે.