Home /News /madhya-gujarat /Vadodara Weather: શુક્રવારે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના

Vadodara Weather: શુક્રવારે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના

શનિવારે માવઠાની આગાહી હોવાના કારણે આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે એવી સંભાવના.

વડોદરા શહેર-જિલ્લામાં ઠંડીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી કોલ્ડવેવને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ કરનાર વડોદરાવાસીઓ ઉતરાણ પછી ઠંડીમાં રાહતનો અનુભવ કરી રહ્યા છે.

  વડોદરા: વડોદરા શહેર-જિલ્લામાં ઠંડીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી કોલ્ડવેવને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ કરનાર વડોદરાવાસીઓ ઉતરાણ પછી ઠંડીમાં રાહતનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત ઉપર જઈ રહ્યો છે, જેના કારણે ઠંડીમાં આંશિક રાહત થઇ છે.

  જેમાં મંગળવારના રોજ વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનનો પારો વધવાનો સિલસિલો આગામી બે ત્રણ દિવસ સુધી યથાવત રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે. સાથે સાથે હવામાન ખાતાના જણાવ્યા મુજબ 23 જાન્યુઆરી પછી ફરી ઠંડીનો વધારો નોંધાઈ શકે છે. આ ઉપરાંત 22 જાન્યુઆરીથી માવઠાની પણ આગાહી કરવામાં આવેલ છે.

  આ પણ વાંચો: ટ્રેનમાં રાત્રે મોબાઇલ પર Loud music સાંભળવા કે અવાજ કરવા પર થશે કાર્યવાહી

  જ્યારે બુધવારે વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડીગ્રી સુધી નોંધાયું હતું. તદુપરાંત આજરોજ ગુરુવારે શહેરનું લઘુતમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. જેમાં ભેજનું પ્રમાણ 78% જેવું રહ્યું હતું. અને ખાસ કરીને સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેના કારણે લોકો શુસ્ત બની રહ્યા હતા. લોકોને કામ કરવાની પણ ઈચ્છા થતી ન હતી.

  આ પણ વાંચો: Gandhinagar news: રાજ્ય સરકારના 7 બોર્ડ- નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના લેવાયા રાજીનામા

  આવતીકાલ શુક્રવારે વડોદરા શહેરનું લઘુતમ તાપમાન 17 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. જેમાં ભેજનું પ્રમાણ 69% જેવું રહેશે. શનિવારે માવઠાની આગાહી હોવાના કારણે આવતી કાલે વાદળછાયું વાતાવરણ રહેશે એવી સંભાવના રહેલી છે. વાતાવરણમાં અતિશય ઉતાર ચડાવ થયા કરે છે. જેનો ભોગ વડોદરવાસીઓ તથા ગુજરાત રાજ્યના તમામ નાગરિકો બની રહ્યા છે. આ કારણે શરદી, ખાંસી, તાવ જેવી બીમારીનો ભોગ બનવું પડતું હોય છે. તદુપરાંત જ્યારે કોરોના વકરી રહ્યો છે, તેવામાં શરદી, ખાંસી, તાવ આવવો કોઈપણ અંશે યોગ્ય નથી.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadodara, વડોદરા પોલીસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन