બે રાતથી શહેરમાં કાતિલ ઠંડીએ નગરજનોને બાનમાં લઈ લીધા છે.
Vadodara weather news: માવઠાને કારણે વડોદરા શહેરમાં ઠંડીનો (vadodara winter) પારો પણ ઊચકાયો છે. બે રાતથી શહેરમાં કાતિલ ઠંડીએ નગરજનોને બાનમાં લઈ લીધા છે. શહેરમાં ફૂંકાતા ઠંડા પવનોને કારણે શિયાળાની મોસમમાં શહેરીજનોને થિજવી દેતી ઠંડીનો અહેસાસ થયો હતો.
Vadodara news: શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો (Vadodara Weather) બુધવારે 2 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગગડી જતા અને ઝડપે ફૂંકાયેલા બર્ફિલા પવનોના લીધે શહેરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. જ્યારે ગુરુવાર લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે શુક્રવાર તાપમાનનો પારો 2 ડિગ્રી સેન્ટિગ્રેડ ગગડીને 17 ડિગ્રી પહોંચ્યો હતો.
માવઠાને કારણે વડોદરા શહેરમાં ઠંડીનો પારો પણ ઊચકાયો છે. બે રાતથી શહેરમાં કાતિલ ઠંડીએ નગરજનોને બાનમાં લઈ લીધા છે. શહેરમાં ફૂંકાતા ઠંડા પવનોને કારણે શિયાળાની મોસમમાં શહેરીજનોને થિજવી દેતી ઠંડીનો અહેસાસ થયો હતો. ઠંડા પવનો ફૂંકાવાને કારણે દિવસ દરમિયાન પણ લોકો સ્વેટર અને ગરમ વસ્ત્રોમાં જકડાયેલા જોવા મળ્યા હતા.
તાપમાનનો પારો ગગડતા શહેરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વ દિશા તરફથી શહેરમાં 15 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા બર્ફિલા પવનો એ ઠંડીમાં વધારો કર્યો હતો. આ ઉપરાંત શુક્રવારે શહેરમાં થયેલા માવઠાની અસરના લીધે પણ વાતાવરણ ખૂબ જ ઠંડું રહ્યું હતું. આથી શહેરીજનોએ કાતિલ ઠંડીનો શુક્રવારે સામનો કરવો પડ્યો હતો.
આજરોજ શનિવારે વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની સંભાવના રહેલી છે. ઠંડીના પ્રકોપ વધતાં મોડી રાત્રે શહેરના અનેક રસ્તાઓ પણ સુમસાન બન્યા હતા. વહેલી સવારે વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસથી પણ વડોદરામાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. બીજી તરફ જતા હાઇવે અને શહેરના માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઠંડીના લીધે ફૂટપાથવાસીઓ અને ઝુપડા વાસીઓ મહા મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ઠંડી સામે રક્ષણ મેળવવા માટે શહેરમાં તાપણાના દ્રશ્યો સામાન્ય બન્યા છે. જ્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂટપાથવાસીઓ અને ગરીબોને ગરમ કપડાનું વિતરણ કરતા પણ જોવા મળ્યા છે. સેવાભાવી સંસ્થાઓની સેવાને કારણે ફૂટપાથવાસીઓને ઠંડીની ઋતુમાં રાહતનો અનુભવ થયો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર