Home /News /madhya-gujarat /

વડોદરામાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ,લોકો અસમંજસમાં મુકાયા, સ્વેટર પહેરવો કે રેનકોટ?

વડોદરામાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ,લોકો અસમંજસમાં મુકાયા, સ્વેટર પહેરવો કે રેનકોટ?

વહેલી

વહેલી સવારથી કમોસમી વરસાદ ધીમીધારે સતત ખાબકી રહ્યો છે

Vadodra News: વડોદરામાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનું આગમન થયેલ છે. મંગળવાર રાતથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તેમાં આજ વહેલી સવારથી કમોસમી વરસાદ

  વડોદરામાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનું આગમન થયેલ છે. મંગળવાર રાતથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તેમાં આજ વહેલી સવારથી કમોસમી વરસાદ ધીમીધારે સતત ખાબકી રહ્યો છે. હવામાન વિભાગે હજુ ત્રણ દિવસની આગાહી કરેલ છે. કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વડોદરાનું તાપમાન 21 ડિગ્રી નોંધાયેલું છે.

  શહેરમાં વાતાવરણમાં પલટો આવતા ક્યાંક લોકો તાપણું કરતા નજરે ચડયા છે, તો ક્યાંક લારી ગલ્લા વાળાઓ પોતાનો માલ સામાન બચાવતા પ્લાસ્ટિક ચડાવી રહ્યા છે. લોકો અસમંજસમાં મુકાઈ ગયા છે કે સ્વેટર પહેરવું કે રેનકોટ??? કમોસમી વરસાદને લીધે શહેરીજનો તો ઠંડી અને વરસાદનો એકસાથે અનુભવ કરી રહ્યા છે પરંતુ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયેલ છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Climate change, Local News, Rain in Vadodra, Vadodra News

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन