વડોદરા: ગ્લોબલ વોર્મિંગના પરિણામ સ્વરૂપે ઋતુચક્ર ખોરવતા ભરશિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો છે. જેમાં ગઇકાલે મંગળવારના રોજ વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં સવારથી ઝરમર વરસાદ સાથે હિલ સ્ટેશન જેવો માહોલ થઇ ગયો હતો. તેમજ ઠંડા પવનો ફૂંકાતા શહેર ફરી એક વાર થયું હતું. સતત ત્રીજી વખત વડોદરાએ શિયાળામાં ચોમાસા જેવો માહોલનો અનુભવ કર્યો.
હવામાન વિભાગ મુજબ મંગળવારે એક મીલીમીટર વરસાદ નોંધાયો હતો. ઉત્તર-પૂર્વ દિશા તરફના પવનની ગતિ પ્રતિ કલાકના 9 કિલોમીટર અને હવાનું દબાણ 1013.8 મિલિબાર્સ નોંધાયું હતું. સોમવાર ની સરખામણીમાં મંગળવારે ઠંડીનો પારો વધારે નોંધાયો હતો. ગઈકાલે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા હતા તથા શહેરીજનોએ હિલ સ્ટેશન જેવા માહોલનો આનંદ માણી, ચાની કીટલી ઉપર જમાવડો કર્યો હતો. તો બીજી બાજુ ગરમાગરમ ચટાકેદાર સેવ ઉસળ મિજબાની માણતા લોકો નજરે ચડયા હતા.
આજે શહેરમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ બન્યો છે. આજરોજ રોજ બુધવારે ધૂમમ્સ માહોલ વચ્ચે લઘુતમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાશે તેવી સંભાવના રહેલી છે. પરંતુ શહેરમાં હાલ વાદળો દેખાતાં નથી, આકાશ ચોખ્ખું ચણાક છે. વડોદરા જિલ્લાના આઠ તાલુકામાં માળખાની મોકાણને પગલે બેવડી ઋતુ સર્જાતા મકાઇ, તુવેર, કપાસ, ચણા, મગફળી, સહિતના પાકને નુકસાન થવાની સંભાવના રહેલી છે. તેમાં વડોદરા તાલુકામાં સરગવાના ફૂલ ખરી પડતા નુકસાન થયું છે.
વરસાદી માહોલના પગલે બેવડી ઋતુ થતા શરદી-ખાંસી વાયરલના કેસો વધે તેવી શક્યતાઓ વધી ગઈ છે. પરંતુ આજરોજ જે પ્રમાણે આકાશ ચોખ્ખું દેખાઈ રહ્યું છે, તે પ્રમાણે વરસાદ પડવાની કોઈ સંભાવના દેખાતી નથી. માવઠું થવાના કારણે ઠંડીનો ચમકારો હજી પણ યથાવત છે અને આવનારા દિવસોમાં વધુ આકરી ઠંડી પડશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. લોકોએ કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર