Home /News /madhya-gujarat /વડોદરા: રામનવમીની શોભાયાત્રા દરમિયાન જૂથ અથડામણ, પથ્થરમારામાં રામજીની મૂર્તિ પણ ખંડિત થઇ

વડોદરા: રામનવમીની શોભાયાત્રા દરમિયાન જૂથ અથડામણ, પથ્થરમારામાં રામજીની મૂર્તિ પણ ખંડિત થઇ

પથ્થરમારા બાદ પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. આ સાથે પોલીસે કહ્યું કે, એસઆરપીની બે ટીમો હાલ અહીં મુકવામાં આવી છે. આ સાથે સ્થાનિક પોલીસની તમામ ટીમો પણ અહીં તૈનાત કરવામાં આવી છે.

પથ્થરમારા બાદ પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. આ સાથે પોલીસે કહ્યું કે, એસઆરપીની બે ટીમો હાલ અહીં મુકવામાં આવી છે. આ સાથે સ્થાનિક પોલીસની તમામ ટીમો પણ અહીં તૈનાત કરવામાં આવી છે.

વડોદરા: શહેરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હોવાને કારણે પરિસ્થિતિ તંગ બની હતી. રામનવમી નિમિતે શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન આ યાત્રા ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે પહોંચી ત્યારે જૂથ અથડામણ થયુ હતુ. આમાં પથ્થરમારો પણ થયો હતો. જેમા રામજીની મૂર્તિ પર પથ્થર વાગતા તે ખંડિત બની હતી. જોકે, પોલીસનો મોટો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. જેના કારણે પરિસ્થિતિ કાબુમાં આવી ગઇ હતી.

વાહનોમાં પણ તોડફોડ


આ જૂથ અથડામણમાં કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરાવામાં આવી છે. કારેલીબાગ વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે. જે બાદ પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા ઉમટ્યા છે. કારેલીબાગના ભૂતડીઝાપા વિસ્તારમાં પથ્થરમારો થતા પોલીસ મથક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પાંજરીગળ મહોલ્લા નજીક પથ્થરમારાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ટોળાએ વાહનોની સાથે દુકાનોમાં તોડફોડ કરીને માહોલમાં ભય ઊભો કર્યો હતો.

આ પણ વાંચો: માઉન્ટ આબુમાં કરા સાથે પડ્યો ધોધમાર કમોસમી વરસાદ

જાનહાનીના કોઇ સમાચાર નથી


પથ્થરમારા બાદ પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. આ સાથે પોલીસે કહ્યું કે, એસઆરપીની બે ટીમો હાલ અહીં મુકવામાં આવી છે. આ સાથે સ્થાનિક પોલીસની તમામ ટીમો પણ અહીં તૈનાત કરવામાં આવી છે. જોકે, આમાં કોઇની અટકાયત કરવામાં નથી આવી. આ સાથે આ અથડામણમાં કોઇને જાનહાની પણ થઇ નથી.


ઇન્દોરમાં પણ મોટી દુર્ઘટના


રામનવમીના દિવસે ઈન્દોરમાં પણ મોટી દુર્ઘટના ઘટી છે. ઈન્દોરના જૂની થાના ક્ષેત્રમાં આવેલા બેલેશ્વર મંદિરમાં પૂજા દરમિયાન આ દુર્ઘટના થઈ છે. બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં કુવા પર બનેલી દીવાલ ધરાશાયી થઈ છે. તેને લઈને ત્યાં હાજર લોકો કૂવામાં પડી ગયા હતા. રામનવમીના દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા. લોકો પૂજા અર્ચના અને આરતી કરી રહ્યા હતા. આ દરમિયાન મંદિરમાં એક વાવ આવેલી છે. અહીં 10 વર્ષ પહેલા છત નાખવામાં આવી હતી. પૂજા દરમિયાન 20-25 લોકો વાવની છત પર ઊભા હતા. તે જ સમયે આ છત ધરાશાયી થઈ અને 20-25 લોકો અંદર પડ્યા હતા. 25થી વધારે લોકો મંદિર ઘસી પડતા અંદર આવેલી વાવમાં પડ્યા છે. પોલીસ એસડીઆઈઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગી ગઈ છે. વરિષ્ઠ પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કાર્ય સતત ચાલી રહ્યું છે. આ દુર્ઘટનામાં અનેક મોત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
First published:

Tags: Gujarat News, Vadodara