Home /News /madhya-gujarat /સિવિલ ઇજનેરે કર્યો મધમાખીનો ઉછેર અને બીજા ખેડૂતો પણ કરવા લાગ્યા

સિવિલ ઇજનેરે કર્યો મધમાખીનો ઉછેર અને બીજા ખેડૂતો પણ કરવા લાગ્યા

મધમાખીની ખેતી થકી પ્રેરણા બન્યા સિવિલ અન્જિનિયર

સજીવ મધમાખી ખેતીના અનેકવિધ ફાયદાઓ છે. ખેડુત અને ખેતપેદાશના વપરાશકર્તાના આરોગ્યની જાળવણી થાય છે

  વડોદરા: સિવિલ ઇજનેરે કર્યો મધમાખીનો ઉછેર અને ચંદનની ખેતી અને બીજા માટે બન્યા પ્રેરણાવડોદરા:  દોલતપુરાનાં દિપેનભાઇએ ચંદનની સુરક્ષા માટે મધપૂડો રાખવાના વિચાર સાથે કરેલો પ્રારંભ મધમાખીની સમૃધ્ધ ખેતી અનેકવિધ ફાયદાઓનું વટવૃક્ષ બન્યું છે.

  માસ્ટર્સ ઇન સિવિલ એન્જિનિયરીંગ સુધીનો અભ્યાસ કરેલા ૩૫ વર્ષીય દિપેનભાઇએ ફેબ્રુઆરી-૨૦૧૮થી મધમાખીની ખેતી શરૂ કરી છે. આજે તેમના પાસે ૧૫૦ પેટીઓ છે. દિપેનભાઇએ રાજય સરકારના બાગાયત વિભાગમાંથી રૂ.૧.૨૦ લાખની સહાય મેળવી છે.  દિપેનભાઇએ કહ્યું કે,  ભારત સરકારે પણ ઝીરો કોસ્ટ બજેટ ફાર્મિંગને પ્રોત્સાહન આપ્યું છે. જમીનવિહોણા-જમીન ધરાવતા ખેડુતો સજીવ-સેન્દ્રીય ખેતી તરફ વળે તે માટે નેશનલ બી બોર્ડ દ્વારા ૫૦ ટકાના રાહતદરે ૧૦ બોકસ આપવામાં આવે છે.

  આ ઉપરાંત મધમાખી ઉછેર સંબંધિત યોજના વિશે તેમણે ઉમેર્યુ કે, બાગાયત ખાતા દ્વારા મધમાખી ઉછેર માટે નેશનલ બી બોર્ડ દ્વારા ૪૦ ટકા અને રાજય સરકાર દ્વારા ૧૫ ટકા એમ કુલ કુલ ૫૫ ટકા સહાય ખેડુતોને આપવામાં આવે છે. આ યોજનાના લાભાર્થીને પ્રથમ વર્ષે ૧૦ અને સફળતા મળ્યે બીજા ૪૦ બોકસની સહાય મળી રહે છે.

  દિપેનભાઇએ દોલતપુરા અને લીમડીના ખેડુતોને મધમાખીની ખેતીમાટે પ્રોત્સાહિત કર્યા. તેમણે પ્રોત્સાહિત કરેલા દોલતપુરાના બે અને લીમડીના એક એમ કુલ ત્રણ ખેડુતોને ૫૦-૫૦ બોકસ છે. આ ત્રણ ખેડુતોએ પણ રૂ.૧.૨૦ લાખ પેટે કુલ રૂ.૩.૬૦ લાખની સહાય રાજય સરકારના બાગાયત વિભાગમાંથી મેળવી છે.

  તેમણે વધુમાં કહ્યું કે, આણંદ કૃષિ યુનિ. ખાતે મધમાખી ઉછેરની તાલીમ આપવામાં આવે છે. પધ્ધતિસરની આ તાલીમ મેળવીને પણ અજાણ્યા હોય તેવા પાસાઓથી જ્ઞાત થઇ પોતાની ખેતીમાં અને પોતાનામાં સકારાત્મક પરિવર્તનો લાવવા જોઇએ. સરકારશ્રી દ્વારા આપવામાં આવતી તાલીમ અને ઉપલબ્ધ યોજના-કાર્યક્રમનો લાભ લઇ ખેડુતોએ આ રીતે ખેતીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા સક્રિય થવું જોઇએ, એવું મારું મંતવ્ય છે.

  રોગનાશક તેમજ સજીવ મધમાખી ખેતીના અનેકવિધ ફાયદાઓ છે. ખેડુત અને ખેતપેદાશના વપરાશકર્તાના આરોગ્યની જાળવણી થાય છે. જે ખેતરમાં મધમાખીની પેટીઓ મૂકવામાં આવી હોય ત્યાં રોગનાશક દવાઓનો ઉપયોગ કરવાનો રહેતો નથી એટેલે દવાનો ખર્ચે અટકે છે.

  આ ઉપરાંત મજૂરી ખર્ચ ઘટી જાય છે જેના લીધે ખેડુતને આ એક બીજો ખર્ચ પણ ઘટે છે. ફલીનીકરણની પ્રક્રિયા વેગવાન બને છે આથી ખેડુતને તેના ખેત ઉત્પાદનમાં અનેકગણી વૃધ્ધિ મળી રહે છે. આ ઉપરાંત મધમાખીઓના ઉછેરને લીધે મધની આવક થાય છે તેથી તે એ રીતે પણ ફાયદામાં રહે છે.

  અનુભવ જણાવતાદિપેનભાઇએ કહ્યું કે, ૮૦ વીઘા જમીનમાં સરગવાની ખેતીમાં નવેમ્બર-૨૦૧૮માં મધમાખીના બોક્સ મૂક્યા હતા, તે ખેડુતને અગાઉ કરતા રૂ.૨.૫૦ લાખની દવાનો ખર્ચ ન થયો. સરગવામાં એકપણ પ્રકારનો રોગ થયો નહિ અને ગુણવત્તાયુક્ત સવાથી દોઢગણું ઉત્પાદન મળ્યું.

  દિપેનભાઇએ મધમાખીની ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડુતોને આ અંગે જાગૃત્ત કરવા વિઝીટર્સ ફાર્મ-એજયુકેશન સંકુલ પણ બનાવ્યું છે, જેમાં રસ ધરાવતા ખેડુતો અને વિદ્યાર્થીઓ જોઇ-નિહાળી શકે. મુલાકાત સાથે તાલીમ-માહિતી અને જાણકારી મેળવી શકે. સરગવો, તુલસી,નિલગીરી, સીસમ, જાંબુ, અજમો, બાવળ, મલ્ટીફ્લોરા (ફોરેસ્ટ), લીચી સહિત જુદી-જુદી ફ્લેવર્સમાં મધ  ઉપલબ્ધ બને છે.        તેમણે કહ્યું કે, મધમાખી ન હોય તો માનવજીવન પણ શક્ય નથી. ખેતરમાં જ્યાં મધમાખીની પેટીઓ મૂકવામાં આવે છે તે બે થી ત્રણ કિમીના વિસ્તારમાં મધમાખી ફરતી રહે છે. ખેતરમાં છાંટવામાં આવતી જંતુનાશક દવાઓ મધમાખીનો ભોગ લઇ લે છે વધુમાં જંતુનાશક દવાઓ ખેતપેદાશને આરોગ્ય માટે જોખમી પણ બનાવી શકે છે.

  સૌજન્ય (માહિતી વિભાગ-વડોદરા)  
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: ખેતી, ગુજરાત, બરોડા

  विज्ञापन
  विज्ञापन