Home /News /madhya-gujarat /

Vadodara: ચામડીમાં ઑક્સિજન અને પાણી વધારવાનો શહેરની મહિલાનો પ્રયાસ

Vadodara: ચામડીમાં ઑક્સિજન અને પાણી વધારવાનો શહેરની મહિલાનો પ્રયાસ

નેચરલ

નેચરલ મોસ્ચ્યુરાઈઝરનો ઉપયોગ કરીને ગ્રેડ 1 સેન્સીડ્યુ પ્રોડક્ટ બનાવી..

મનુષ્ય શરીરના દરેક અંગ-ઉપાંગોનું ધ્યાન રાખતો હોય છે તો ચામડી પર બજારમાં મળતા વેક્સ જેવી વસ્તુના ઉપયોગથી બનતા નુકસાન કરતા સાબુનો વપરાશ કેમ કરે છે. આ પ્રકારના સાબુના ઉપયોગથી ચામડી પર એક ખાસ પ્રકારનું લેયર બને છે. 

    વડોદરા: મનુષ્ય શરીરના દરેક અંગ-ઉપાંગોનું ધ્યાન રાખતો હોય છે તો ચામડી પર બજારમાં મળતા વેક્સ જેવી વસ્તુના ઉપયોગથી બનતા નુકસાન કરતા સાબુનો વપરાશ કેમ કરે છે. આ પ્રકારના સાબુના (Soap) ઉપયોગથી ચામડી પર એક ખાસ પ્રકારનું લેયર બને છે. જેના કારણે ચામડી (Skin) વાતાવરણમાંથી જરૂરી પાણી અને ઑક્સિજન (Oxygen) ગ્રહણ નથી કરી શકતી.

    આ પ્રકારની સમસ્યાનું સમાધાન શોધનાર વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા નેચરલ મોસ્ચ્યુરાઈઝરનો ઉપયોગ કરીને ગ્રેડ 1 સેન્સીડ્યુ પ્રોડક્ટ બનાવનાર મદુરા જોષીએ જણાવ્યું હતું કે, મનુષ્યની ચામડીમાં પાણી અને ઑક્સિજનનો વધારો થાય અને લોકોને ડ્રાય સ્કિનની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે મેં અને મારી ટીમે સંશોધન કરીને પ્રોડક્ટ બનાવી. જેના ઉપયોગથી ચામડીના ડેડ સેલને એક્ટિવ કરતા તત્ત્વોને બુસ્ટ કરે છે. જેથી ચામડીને કુદરતી રીતે પોષણ પ્રાપ્ત થાય છે. કારણ કે ડ્રાઈ સ્કિન વાળા લોકોની ચામડીમાંથી લોહી નીકળવાના અનેક બનાવો મેં જોયા અને સાંભળ્યા પણ છે.

    આ પણ વાંચો: અહેમદ પટેલના દીકરા ફૈઝલ કોંગ્રેસથી નારાજ! કહ્યુ 'મારી પાસે અન્ય વિકલ્પો પણ છે'

    ઉનાળામાં ગરમીના કારણે ખરજવા જેવી ચામડીને લગતી અનેક સમસ્યાનો લોકોને સામનો કરવો પડે છે. મેં ડ્રાય સ્કિન, ખિલ અને ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યા સામે લડવા માટે ખાસ પ્રકારના સાબુ બનાવ્યા છે. આ સાથે નાના બાળકોના ઉપયોગ માટે અને ઇન્ફેક્શન ના થાય તે માટે પણ ખાસ પ્રોડક્ટ બનાવી છે. હાલમાં વાળ ખરી જવાની સમસ્યાનો અનેક લોકો સામનો કરી રહ્યા છે. જેથી હેર ટ્રાન્સપ્લાન્ટના સ્કાલ્પને પણ ધ્યાનમાં રાખીને ખાસ શેમ્પુ બનાવવામાં આવ્યું છે. જેના ઉપયોગથી વાળ મૂળમાંથી મજબૂત બને છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર