શુભાંગિની મનોહરે સનબર્ડની 13 પ્રજાતિ પૈકી 7 પ્રજાતિના ફોટો ક્લિક કર્યા છે.
મોનાલિસા રેસીડેન્સીમાં રહેતાં 49 વર્ષીય શુભાંગિની મનોહરે સનબર્ડઝ્ કલેક્શનના 30 થી વધુ ફોટો પ્રદર્શિત કર્યાં છે. જેમાં તેમણે ભારતમાં જોવાં મળતી સનબર્ડની 13 પ્રજાતિ પૈકી 7 પ્રજાતિના ફોટો ક્લિક કર્યા છે. છેલ્લાં 7 વર્ષથી પક્ષીઓની ફોટોગ્રાફી કરવા સા
Nidhi Dave, Vadodara: શહેરમાં ગત તારીખ 18 નવેમ્બરથી વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી શરુ કરાઈ છે. જે અંતર્ગત કલાપ્રેમીઓ દ્વારા ઘરમાં જ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. જેમાં શહેરની મહિલા ફોટોગ્રાફર્સે પક્ષીઓના નૈસર્ગિક રહેઠાણ, વિવિધ પ્રજાતિ પર અદ્ભૂત તસ્વીરો ક્લિક કરી છે.
વડોદરાના માંજલપુરમાં મોનાલિસા રેસીડેન્સીમાં રહેતાં 49 વર્ષીય શુભાંગિની મનોહરે સનબર્ડઝ્ કલેક્શનના 30 થી વધુ ફોટો પ્રદર્શિત કર્યાં છે. જેમાં તેમણે ભારતમાં જોવાં મળતી સનબર્ડની 13 પ્રજાતિ પૈકી 7 પ્રજાતિના ફોટો ક્લિક કર્યા છે.
છેલ્લાં 7 વર્ષથી પક્ષીઓની ફોટોગ્રાફી કરવા સાથે તેઓ પક્ષીઓની જીવન અને રહેઠાણ વિશે બારીકાઈથી રીસર્ચ કરી બર્ડ પોટ્રેટ્સ પણ બનાવે છે. સન બર્ડ્સ એટલે એવું પક્ષી કે ખૂબ જ સુંદર અને આકર્ષિત હોય. જેના કલર ખૂબ જ આકર્ષિત અને ચમકીલા હોય. તથા સન બર્ડ્સ પક્ષીની ચાંચ લાંબી, પાતળી અને આગળથી થોડી વળેલી હોય.
વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર શુભાંગિની મનોહરે જણાવ્યું કે, હું છેલ્લા સાત વર્ષથી ફોટોગ્રાફી કરી રહી છું. મને ફોટોગ્રાફી કરવાનો ખૂબ જ શોખ છે જેથી હું દેશના અલગ અલગ જંગલોમાં જઈને પ્રાણી પક્ષીઓના ફોટો ક્લિક કરું છું. અને ખાસ કરીને મને પડકારોનો સામનો કરવો પણ ગમે છે અને મારો શોખ છે, એટલા માટે હું આજે પણ ફોટોગ્રાફી કરી રહી છું. અત્યારે મારી પાસે સન બર્ડ્સ, કિંગ ફિસર, પેરા કિડ્સ, બાર બેટ્સ, વગેરેનું કલેક્શન કર્યું છે.