મોહમ્મદ શાહિદ છેલ્લા 18 વર્ષથી જોકરનું પાત્ર ભજવી રહ્યા છે.
સર્કસમાં મહત્વનું પાત્ર જોકર છે. જોકરનું કામ સર્કસ જોવા આવતા લોકોને હસાવવાનું છે.પરંતુ સર્કસ બહારનું જીવન મુશ્કેલ હોય છે.સર્કસમાં તે સેલિબ્રિટી છે. પરંતુ બહાર લોકો તેનો મજાક ઉડાવે છે. સર્કસના જોકરે સર્કસને જ પોતાનું દુનિયા માની લીધી છે.
Nidhi Dave, Vadodara: સર્કસમાં જઈએ એટલે સૌથી પહેલા આપણેને જોકર જોવો હોય. સર્કસમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર જોકર હોય છે. પરંતુ શું તમને ખબર છે કે જોકર સર્કસમાં છે ત્યાં સુધી લોકોને હસાવે છે, પરંતુ એના રોજિંદા જીવનમાં એને લોકો જોકર કહે ત્યારે એની લાગણી કેવી દુભાઈ છે ?.
સર્કસના જોકર મોહમ્મદ શાહિદની વાત કરીએ તો તેઓ બિહારના છે અને છેલ્લા 18 વર્ષથી જોકરનું પાત્ર ભજવી રહ્યા છે. શાહીદભાઈએ જણાવ્યું હતું કે, એમના પિતા પણ સર્કસમાં હતા અને એમના કરતા પણ ઓછી ઉંચાઈના હતા. તેઓ પણ જોકરનું જ પાત્ર ભજવતા હતા.
સર્કસની બહાર લોકો મજાક ઉડાવે છે
વધુમાં જણાવ્યું કે, હું તો મારા પિતાને સર્કસમાં જોવા જતો. ત્યાં મને પણ મજા પડી ગઈ અને મેં કીધું કે મારે પણ આ કામ કરવું છે, તો સર્કસના માલિકે મને રાખી લીધો. અહીંયા લોકોને હસાવવાનું કામ કરી રહ્યો છું. બધાને ખુશ રાખવાનું મારુ કામ છે. લોકોને ખુશ જોઈને મને દિલથી ખુશી થાય છે. અહીંયા લોકો મને જોઈને ખુશ થાય છે પણ બહાર લોકો મજાક ઉડાવે છે. સર્કસમાં છીએ તો ઈજ્જત મળે છે. લોકો સેલ્ફી પડાવા આવે છે. સેલિબ્રિટી જેવું અમને પણ લાગે.
સર્કસને જ અમારી દુનિયા
અમારી રોજની લાઈફ બધાની જેમ જ હોય છે. પણ બહાર જઇ તો લોકો જોકર આવ્યો એમ કહીને મજાક ઉડાવે છે. જ્યાં સુધી અમે મેકઅપમાં, ત્યાં સુધી સેલિબ્રિટી. આ સર્કસને જ અમારી દુનિયા માની લીધી છે.
મહિનાના અમે 17 હજાર જેવું કમાઈ લઈએ. ખાસ તો પશુઓને જોવા લોકો અને બાળકો આવતા હતા. પણ હવે નથી આવતા. હવે નવા આર્ટીસ્ટો પણ જોડાતા નથી અને નવા લોકો પણ આવતા નથી અને શીખતાં નથી.