વ્યોમ દ્વારા વડોદરાના વંચિત બાળકો માટે "મુસ્કુરાહટ" બાળમેળાનું આયોજન ...
બાળદિન નિમિતે વોલ્યૂન્ટરી યુથ ઓરગેનાઇઝેસન ફોર મોટિવેશન (વ્યોમ) દ્વારા વડોદરાના વંચિત બાળકો માટે "મુસ્કુરાહટ" બાળમેળાનું આયોજન કરવામાં આવ્યુ. આ બાળમેળામાં બાળકો માટે અલગ અલગ રમતો, ક્રેએટિવ એકટીવીટી, ડાન્સ, મેજિક શૉ જેવી વિભિન્ન પ્રવૃર્તી રાખવામાં આવી.
Nidhi Dave, Vadodara: બાળ દિવસ (Children's Day) દેશભરમાં 14 નવેમ્બરના રોજ મનાવાય છે. 14 નવેમ્બરના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુનો જન્મદિવસ છે. બાળ દિવસ ઉત્સવનું આયોજન દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોના મહત્વને દર્શાવે છે.
બાળદિન નિમિતે વોલ્યૂન્ટરી યુથ ઓરગેનાઇઝેસન ફોર મોટિવેશન (વ્યોમ) દ્વારા વડોદરાના વંચિત બાળકો માટે "મુસ્કુરાહટ" બાળમેળાનું આયોજન કરવામાં આવ્યુ. આ બાળમેળામાં બાળકો માટે અલગ અલગ રમતો, ક્રેએટિવ એકટીવીટી ડાન્સ , મેજિક શૉ જેવી વિભિન્ન પ્રવૃર્તી રાખવામાં આવી. આ કાર્યક્રમમાં વડોદરાની વિભિન્ન એન.જી.ઓ અને કંપનીઓએ તેના સી.એસ.આર. અંતર્ગત ભાગ લીધો હતો.
આ બાળમેળામાં 400 થી વધુ બાળકો જોડાયા હતા. અને ખૂબ જ ઉત્સાહભેર તમામ પ્રવૃતિઓમાં ભાગ લીધો. તથા આ મેળામાં સવારે નાસ્તો અને બપોરે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મનોરંજનની સાથે સાથે મેળામાં ગુડ ટચ, બેડ ટચની જાગૃતિ ફેલાવવા માટે પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેથી કરીને ખાસ નાના બાળકો આ વિશે સમજે અને જાણે કે શું ખોટું છે અને શું સાચું. અને જો કોઈ પણ બાળક મુસીબતમાં મુકાય તો એના માટે વડોદડા શી ટિમ દ્વારા હેલ્પલાઇન નંબર (1098) પણ જાહેર કરવામાં આવ્યો છે. જે 24*7 કાર્યરત છે.
વ્યોમ 10 વર્ષથી વડોદરા સિટી અને એની આજુબાજુના ગામોમાં સમાજ વિકાસ માટે વિભિન્ન કાર્યક્રમ કરી રહી છે. વ્યોમ બાળકો, મહિલા, યુવાન, વૃદ્ધ, વિકલાંગ સાથે કામ કરે છે. સાથે શિક્ષણ આરોગ્ય, મહિલા સશ્ક્તિકરણ, વૉકેશનલ ટ્રેનિંગ, ઇન્ફ્રાસ્ટ્રકચ ડેવલપમેન્ટ માટે કાર્યરત છે.