Home /News /madhya-gujarat /Children's Day: પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે બાળ દિવસની ઉજવણી કરાઈ

Children's Day: પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે બાળ દિવસની ઉજવણી કરાઈ

બાળ દિવસ નિમિતે શાનદાર ગ્રુપે બાળકો સાથે રમત રમીને કરી ઉજવણી...

ખાસ વડોદરા શહેરના શાનદાર ગ્રુપ દ્વારા બાળકો માટે ખાસ શહેરના રંગ અવધૂત ગાર્ડનમાં આયોજન કર્યું. બાળ દિવસની ઉજવણીમાં પ્રાર્થના, યોગા, લાફ્ટર યોગા તથા ઘણી બધી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને પ્લાસ્ટિકનું પ્રદુષણ ઓછું થાય એની જાગૃત?

વધુ જુઓ ...
    Nidhi Dave, Vadodara: બાળ દિવસ (Children's Day) દેશભરમાં 14 નવેમ્બરના રોજ મનાવાય છે. 14 નવેમ્બરના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુનો જન્મદિવસ છે. બાળ દિવસ ઉત્સવનું આયોજન દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોના મહત્વને દર્શાવે છે.

    બાળ દિવસ નિમિત્તે ખાસ વડોદરા શહેરના શાનદાર ગ્રુપ દ્વારા બાળકો માટે ખાસ શહેરના રંગ અવધૂત ગાર્ડનમાં આયોજન કર્યું. બાળ દિવસની ઉજવણીમાં પ્રાર્થના, યોગા, લાફ્ટર યોગા તથા ઘણી બધી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને પ્લાસ્ટિકનું પ્રદુષણ ઓછું થાય એની જાગૃતિ પણ આપવામાં આવી. આ ઉજવણીમાં કુલ 32 જેટલા બાળકો જોડાયા હતા. જેમાં 4 વર્ષથી લઈને 12 વર્ષ સુધીના બાળકો સામેલ થયા હતા.



    બાળકોને ખાસ ટાસ્ક આપવામાં આવ્યો જેમાં ઇકો બ્રિક્સ બનાવતા શીખવાડી. અને ઘરે તમામ બાળકોએ આ પ્રકારની ઈકો બ્રિક્સ બનાવવાનું જણાવ્યું. તથા એની સાથે સાથે પ્લાસ્ટિક રીફીલ, રીયુઝ, રિડ્યુસ અને રિસાયકલ જેવી બાબતો પણ સમજાવી.



    બાળ દિવસની ઉજવણીમાં ખાસ બાળકોને સફેદ અને લાલ રંગના કપડાં પહેરીને આવવાનું હતું. જેમાં સાથે નાસ્તો પણ કરાવ્યો અને ગિફ્ટમાં પાઉચ અને સ્ટેશનરીની વસ્તુઓ આપી. જેમાં પ્લાસ્ટિકની વસ્તુના બદલે પેપરવાળી વસ્તુઓ આપવામાં આવી.



    વડોદરા શહેરની શાનદાર ગ્રુપમાં 12 મહિલાઓ કાર્યરત છે. જે છેલ્લા આઠ વર્ષથી બાળકો અને મહિલાઓ માટે કામ કરી રહ્યા છે. તદુપરાંત પર્યાવરણની જાળવણી અને પ્લાસ્ટિકનો ઉપયોગ કેવી રીતે ટાળી શકાય, એના ઉપર કામ કરી રહ્યા છે. શાનદાર ગ્રુપ બાળ દિવસ અને મહિલા દિવસની ઉજવણી કરતું હોય છે.



    બાળ દિવસમાં ખાસ બાળકો પહેલાંની જૂની રમતો ભૂલી ન જાય અને આજના મોબાઇલ યુગમાં ઘરની બહાર જઈને ફિઝિકલ રમતો રમે, એ હેતુસર ઉજવણી કરવામાં આવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Children, Jawaharlal Nehru, Local 18, Vadodara

    विज्ञापन
    विज्ञापन