Home /News /madhya-gujarat /Chaitra Navratri 2023: આ મંદિરમાં મુંગા બાળકો બાળકો થઈ જાય છે બોલતા, ભક્તોની આવી છે માન્યતા,જુઓ Video

Chaitra Navratri 2023: આ મંદિરમાં મુંગા બાળકો બાળકો થઈ જાય છે બોલતા, ભક્તોની આવી છે માન્યતા,જુઓ Video

X
સિદ્ધનાથ

સિદ્ધનાથ રોડ જયરત્ન બિલ્ડિંગ પાસે સૈકા જૂનું શ્રીબોલાઇ માતાજીનું મંદિર

જન્મથી બોલતા ન હોય, એવા બાળકો માટે શ્રી બોલાઇ માતાની બાધા રાખવામાં આવે તો તે બોલવા લાગે છે તેવી ભક્તોની માન્યતા છે. આ મંદિરનું નિર્માણ મહારાજા શ્રીમંત ખંડેરાવ ગાયકવાડે કરાવ્યું હતું. માતાજીનું મૂળ સ્થાન મહારાષ્ટ્રના બોલ્હાઈ તાલુકામાં આવેલું છે.

વધુ જુઓ ...
Nidhi Dave, Vadodara: હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે.આ મહિનો માતાજીની આરાધના કરવા માટે ખાસ માનવામાં આવે છે. ભક્તો માને છે કે આ મહિનામાં માતાજીની પૂજા અને ભક્તિ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને માનેલી માન્યતાઓ પૂરી કરે છે.

વડોદરા શહેરના સિધ્ધનાથ રોડ પર જયરત્ન બિલ્ડીંગ પાસે સૈકાઓ જુનું શ્રી બોલાઇ માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. એવી માન્યતા છે કે જે બાળકો જન્મથી બોલી શકતા ન હોય કે બોલવામાં બાળકને તકલીફ થતી હોય તો અહીં માતાજીની બાધા રાખવાથી તે બાળક બોલવા લાગે છે.



વડોદરા શહેરમાં બોલાઈ માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં બિરાજમાન બોલાઈ માતાજી ન બોલતા બાળકોને બોલતા કરી દે છે તેવી ભક્તોની માન્યતા છે.



બોલાઈ માતાનું મુળ સ્થાન મહારાષ્ટ્રના બોલ્હાઈ તાલુકામાં આવેલું છે.અહીં જ માતાજીની મુખ્ય મૂર્તિની બાજુમાં કાશી અને ભાવરાઈ માતાજીની મૂર્તિ બિરાજમાન છે.



વડોદરા ખાતે આવેલા બોલાઈ માતાજીના પૂજારી રાજારામ રાહુકરે જણાવ્યું હતું કે શ્રીમંત મહારાજા ખંડેરાવ ગાયકવાડ પૂના ખાતે શ્રીબોલાઇ માતાજીના દર્શનાર્થે અચૂક જતા હતા.સમય જતા મહારાજની તબિયત સારી ન રહેતા તેઓ માતાજી ના દર્શન કરવા પૂના જઈ શકતા ન હતા. તેવા સમયે માતાજીએ મહારાજાને સ્વપ્નમાં આવીને વડોદરામાં જ મંદિરની સ્થાપના કરવાનો આદેશ આપ્યો હતો.



આદેશ મળતા મહારાજે માતાજીના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે આ મંદિરમાં ભક્તો આસ્થા રાખી દર્શન કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.
First published:

Tags: Chaitra navratri, Hindu Temple, Local 18, Vadodara