Home /News /madhya-gujarat /Vadodara: આ સંસ્થા બાળકોમાં કરી રહી છે સંસ્કારોનું સિંચન, આપે છે પુરાણો અને શાસ્ત્રોનું જ્ઞાન

Vadodara: આ સંસ્થા બાળકોમાં કરી રહી છે સંસ્કારોનું સિંચન, આપે છે પુરાણો અને શાસ્ત્રોનું જ્ઞાન

X
છેલ્લા

છેલ્લા નવ મહિનાથી વી.એસ.ગ્રૂપ સેવા સમિતિ ગીતાપઠનના પાઠ કરાવી રહી છે.

ડોદરા શહેરના વી.એસ.ગ્રૂપ સેવા સમિતિ દ્વારા ખાસ એક પહેલ કરવામાં આવી છે. જેમાં બાળકોને એક કલાક ગીતાપઠનના પાઠ નિઃશુલ્ક ભણાવવામાં આવે. જેથી બાળકો આપણા શાસ્ત્રો અને ગ્રંથો વિશે જાણે અને શીખે.

    Nidhi Dave, Vadodara: આજના આધુનિક યુગમાં બાળકો ટેક્નોકલોજી સાથે એટલા સંકળાઈ ગયા છે કે આપણા પુરાણો અને શાસ્ત્રો વિશે એમને જાણવામાં રસ પણ નથી. તો એવામાં વડોદરા શહેરના વી.એસ.ગ્રૂપ સેવા સમિતિ દ્વારા ખાસ એક પહેલ કરવામાં આવી છે. જેમાં બાળકોને એક કલાક ગીતાપઠનના પાઠ નિઃશુલ્ક ભણાવવામાં આવે. જેથી બાળકો આપણા શાસ્ત્રો અને ગ્રંથો વિશે જાણે અને શીખે.

    છેલ્લા નવ મહિનાથી વી.એસ.ગ્રૂપ સેવા સમિતિ ગીતાપઠનના પાઠ કરાવી રહી છે. જેમાં શહેરના 30 થી 40 બાળકો આવે છે. વી.એસ.ગ્રૂપ સેવા સમિતિના સંચાલક પ્રજ્ઞેશ પુરાણી એ જણાવ્યું કે, આજના બાળકો ધર્મથી દૂર જઈ રહ્યા છે. જેથી વી.એસ.ગૃપ એ ધર્મ ઉત્થાન માટે અને બાળકોના ભવિષ્યમાં સંસ્કૃતિના ઉત્થાન માટે આ પહેલ કરવામાં આવી છે. અમે ખાસ સંસ્કૃત તજજ્ઞ બ્રાહ્મણને બોલાવીને બાળકોને શીખવાડવામાં આવે છે.

    દર રવિવારે સવારના 10 થી 11 એમ એક કલાક બાળકોને ગીતા પઠન કરવામાં આવે છે. એક કલાકમાં ગીતાના ત્રણ પાઠ અને હનુમાન ચાલીસાના પાઠ કરાવવા માં આવે છે. પહેલાના ત્રણ મહિના ખૂબ જ મુશ્કેલી પડી હતી, પરંતુ હવે બાળકો અડધો કલાક વહેલા આવીને બેસી જાય છે. હવે બાળકોમાં શીખવાની ધગશ અને ઉત્સાહ જોવા મળે છે. તથા ઘણા બાળકો તો સંસ્કૃત શ્લોક પણ કડકડાટ બોલી જાય છે. જેથી શહેરના બીજા બાળકો પણ ગીતાપઠનમાં જોડાઈ શકે છે.

    વી.એસ.ગ્રૂપ સેવા સમિતિ છેલ્લા 15 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. જેમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્યલક્ષી સાધનો નિઃશુલ્ક આપવા, અનાજ પૂરું પાડવું, બ્લડ ડોનેશન કેમ્પ, પુસ્તક વિતરણ વગેરે જેવી તમામ સેવાકીય પ્રવૃત્તિ આ ગૃપ દ્વારા પુરી પાડવામાં આવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: History, Local 18, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन