વડોદરાઃ CM રૂપાણી સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવમાં રહ્યા ઉપસ્થિતિ

હરિધામ સોખડા દ્વારા સાંકરદાઅક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત શતાબ્દિ મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાંકરદા પહોંચ્યા છે.

News18 Gujarati
Updated: December 28, 2018, 12:24 PM IST
વડોદરાઃ CM રૂપાણી સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવમાં રહ્યા ઉપસ્થિતિ
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: December 28, 2018, 12:24 PM IST
ફરિદ ખાન, વડોદરા

હરિધામ સોખડા દ્વારા સાંકરદાઅક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત શતાબ્દિ મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાંકરદા પહોંચ્યા છે. વિજય રૂપાણી સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

મળતી માહિતી પ્રમઆણે આજવા રોડ ઉપર પંડિત દીનદયાળ નગરગૃહ ખાતે કોર્પોરેશનને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાંયોજેલા 169.94 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમૂહર્ત કરશે. જેમાં આવાસ, પાણી પુરવઠા અને નગર કચેરીના કામોનો સમાવેશ થાયછે.

આ ઉપરાંત તેમના હસ્તે આવાસ ફાળવણી માટેનો ડ્રો પણ કરવામાં આવશે. આ પ્રસંગે મેયર, સાંસદ, ધારાસભ્યો, મ્યુનિ. કોર્પોરેટરો અને મ્યુનિના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં પીએમ આવાસ યોજના હેઠળ અકોટા-તાંદલજા, ટીપી 24ના એલઆઇજી 161 યુનિટ, હરણી ટીપી-1ના એલઆઇજી 224 તથા 462 યુનિટ, પાણી પુરવઠા પ્રોજેક્ટના રૂ.21.22 કરોડના વિવિધ કામો, સમા ખાતે ઉત્તર ઝોનની નવી કચેરી ખોડિયા નગર ખાતે રૂ. 3.07 કરોડનો કોમ્યુનિટી હોલ મળી કુલ રૂ.29.03 કરોડના લોકાર્પણ, એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 52.68 કરોડના 408 આવાસનો ડ્રો તથા રૂ.88.23 કરોડના ખર્ચે તૈયાર થનારવિવિધ કામોનું ખાતમુહૂર્ત થશે.
First published: December 28, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...