Home /News /madhya-gujarat /Train Time Table Change: વડોદરા સ્ટેશનથી વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ આ સમયે ઉપડશે
Train Time Table Change: વડોદરા સ્ટેશનથી વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ આ સમયે ઉપડશે
વડોદરા સ્ટેશનથી ઇલેક્ટ્રિક એન્જિન સાથે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરા સ્ટેશનથી વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેનના ઉપડવાના સમયમાં ફેરફાર નોંધાયો છે. પશ્ચિમ રેલ્વેમાં ઝડપી વિદ્યુતીકરણને કારણે ટ્રેનો હવે ડીઝલને બદલે ઈલેક્ટ્રીક એન્જીનથી દોડવા લાગી છે. આ જ ક્રમમાં વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેનને વડોદરા સ્ટેશનથી ઇલેક્ટ્રિક એન્જિન સાથે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Nidhi Dave, Vadodara: વડોદરા સ્ટેશનથી વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેનના ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યાત્રીઓ ખાસ ધ્યાન આપે કે આવનારી 30 જાન્યુઆરી અને બીજી ફેબ્રુઆરીના રોજ વડોદરા સ્ટેશનથી વેરાવળ તિરુવનતમપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેનના ઉપાડવાના સમયમાં ફેરફાર થયો છે. જેથી કરીને આ ટ્રેનમાં મુસાફરી કરનાર યાત્રીઓ ખાસ કરીને તારીખ અને સમય નોંધી લે.
પશ્ચિમ રેલ્વેમાં ઝડપી વિદ્યુતીકરણને કારણે ટ્રેનો હવે ડીઝલને બદલે ઈલેક્ટ્રીક એન્જીનથી દોડવા લાગી છે. આ જ ક્રમમાં વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેનને વડોદરા સ્ટેશનથી ઇલેક્ટ્રિક એન્જિન સાથે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો પશ્ચિમ રેલવે દ્વારા આજે ફેરફાર કરવામાં આવ્યો છે તેના કારણે વડોદરા સ્ટેશન થી ઉપડનાર વેરાવળતમપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસના ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, વડોદરા સ્ટેશનથી 30 જાન્યુઆરી, 2023ના રોજ તિરુવનંતપુરમથી ઉપડનારી ટ્રેન નંબર 16334 તિરુવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસના આગમન / પ્રસ્થાનનો સમય અનુક્રમે 04.25 / 04.30 રહેશે. આમ આ ટ્રેન વડોદરા સ્ટેશનથી તેના વર્તમાન સમયના 5 મિનિટ પહેલા ઉપડશે.
02 ફેબ્રુઆરી, 2023 ના રોજ વડોદરા સ્ટેશન પર ટ્રેન નંબર 16333 વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસનો આગમન / પ્રસ્થાનનો સમય અનુક્રમે 17.23 / 17.28 કલાકનો રહેશે. આમ આ ટ્રેન વડોદરા સ્ટેશનથી તેના વર્તમાન સમયના 5 મિનિટ પહેલા ઉપડશે. યાત્રીઓએ આ બે દિવસ થયેલા ટ્રેનના સમયમાં ફેરફારને ખાસ નોંધી લે જેથી કરીને હાલાકી ભોગવી ન પડે અને સરળતાથી મુસાફરી કરી શકે.
મુસાફરો આ ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે યાત્રિયો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની પણ મુલાકાત લઈ શકે છે. તથા આગામી દિવસોમાં પણ થતા ટ્રેનોના સમયમાં ફેરફારને જાણવા માટે જોતા રહો ન્યુઝ 18 ગુજરાતીની વેબસાઈટ.