વડોદરા: ભરૂચ જીલ્લાના કાવી પોલિસ સ્ટેશનના ચેઇન સ્નેચીંગના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો હતો. વડોદરા પોલીસે આરોપીની વધુ તપાસ અને આગળની કાર્યવાહી માટે ભરૂચ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. વડોદરા પોલીસ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના કેસો સોલ કરી રહી છે. જેમાં ખાસ કરીને દુષ્કર્મના કેસ, ચોરીના કેસ, ખોવાઈ ગયા ને પરત લાવવાના કેસ, ગેરકાનુની દારૂ સાથે પકડાયેલનો કેસ, વગેરે જેવા કેસો વડોદરા પોલીસ ખૂબ જ સારી રીતે સંભાળી રહી છે. જેમાં હાલ ભરૂચ જિલ્લા નો કેસ વડોદરા શહેરની પોલીસ દ્વારા હેન્ડલ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના કાવી પોલીસ સ્ટેશનમાં છ મહિના અગાઉ ચેઇન સ્નેચિંગનો ગુનો નોંધાયો હતો. આ ગુનાનો એક આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો. આ દરમિયાન વડોદરા બ્રાંચની પેરોલ ફર્લો સ્કોરને ઉપરોક્ત આરોપની ચોક્કસ માહિતી મળી હતી કે, તે ગોરવા દશામાના મંદિર પાસે રહે છે. જે માહિતીના આધારે પોલીસે સુનિલ ચીમનભાઈ દંતાણી જેની ઉંમર 21 વર્ષ છે અને હાલ તે બ્રહ્માનગર વૈકુંઠ સોસાયટીમાં રહેતો હતો, ત્યાંથી ઝડપી પાડયો છે.
સુનિલે તેના ચાર સાગરીતો સાથે મળી કાવી ખાતે ચેઈન સ્નેચીંગનો ગંભીર ગુનો આચર્યા હતો. જે પૈકી ત્રણ આરોપીઓએ અગાઉ ઝડપાઈ ગયા હતા. જોકે સુનિલ પોલીસ પકડથી દૂર હતો. જેને વડોદરા ક્રાઇમની ટીમે ઝડપી પાડયો છે. આરોપી અંગે કાવી પોલીસને જાણ કરવામાં આવી છે. જ્યારે બીજીબાજુ આરોપીની વધુ પૂછપરછ તેમજ આગળની કાર્યવાહી માટે વડોદરા પોલીસે આરોપીને કાવી પોલીસને સોંપવાની તજવીજ કરેલ છે.