વડોદરા : સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો વેપારીઓએ મૌન રેલી કાઢી વિરોધ કર્યો

વેપારીઓએ સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો, વેસ્ટ મેન્જમેન્ટના અભાવ તેમજ સરકારની કામગીરીથી વેપારીઓ નારાજ.

News18 Gujarati
Updated: September 30, 2019, 3:59 PM IST
વડોદરા : સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો વેપારીઓએ મૌન રેલી કાઢી વિરોધ કર્યો
વેપારીઓએ મૌન રેલી કાઢી.
News18 Gujarati
Updated: September 30, 2019, 3:59 PM IST
ફરિદખાન, વડોદરા : સરકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધના કાયદાના અમલીકરણ પહેલા જ મધ્ય ગુજરાતના વેપારીઓ દ્વારા મૌન રેલી કાઢી વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મધ્ય ગુજરાત પ્લાસ્ટિક વેપારી એસોસિએશનના પ્રમુખ પ્રદીપ સાદરીયાએ ન્યૂઝ18ને જણાવ્યું કે પ્લાસ્ટિક પર્યાવરણનું દુશ્મન નથી. આ વાત અમે નહીં પરંતુ મધ્ય ગુજરાત પ્લાસ્ટિકના વેપારીઓનું કહેવું છે. તેમનું કહેવું છે કે સરકાર પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાવવા માટેના જે પગલાં ભરી રહ્યું છે તે પહેલા વેસ્ટ મેનેજમેન્ટ માટેનો યોગ્ય વિચાર કરવો જોઈએ.

નોંધનીય છે કે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાવવા માટે સરકાર જોર-શોરથી કામગીરી કરવા લાગી પડી છે. અલગ-અલગ શહેરોમાં સરકારી વિભાગો દ્વારા પ્લાસ્ટિકના વેપારીઓની દુકાનો પર દરોડા કરવામાં આવી રહ્યા છે. પકડાયેલા પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરવામાં આવે છે. એટલું જ નહીં વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.બીજી તરફ મધ્ય ગુજરાતના પ્લાસ્ટિકના વેપારીઓનું માનવું છે કે પ્લાસ્ટિક પર્યાવરણનું દુશ્મન નથી. તકલીફ સરકારના વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીમાં છે. અયોગ્ય રીતે થતી વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીના પગલે અલગ-અલગ તકલીફ ઉભી થઈ રહી છે. જેને કારણે વાતાવરણ પ્રદૂષિત થાય છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવા માટેના જે પ્રકારની યોગ્ય ગાઇડ લાઇનની જરૂર હોય છે, તેવી કોઈપણ ગાઇડલાઇન આપ્યા વગર સીધો જ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવાનો સરકારનો અયોગ્ય નિર્ણય છે.

આ મામલે મોટી સંખ્યામાં પ્લાસ્ટિકના વેપારીઓ વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. વેપારીઓએ પોતાની રજૂઆત સાથેનું આવેદનપત્ર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યું હતું. આ મામલે આસિસ્ટન્ટ કમિશનર સુધીર પટેલે ખાતરી આપી હતી કે વેપારીઓની રજુઆત સરકાર સુધી પહોંચાડવામાં આવશે.
First published: September 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...