આજ રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા. જે ઉમેદવારો જીત્યા એમને રેલીઓ કાઢી અને ભારે માત્રામાં શહેરીજનો પણ જોડાયા હતા. વડોદરામાં જાણે કે ખુશીનો માહોલ છવાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. આખું વડોદરા શહેર જીતનો જશ્ન મનાવી રહ્યું છે.
Nidhi Dave, Vadodara: આજ રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા. જે ઉમેદવારો જીત્યા એમને રેલીઓ કાઢી અને ભારે માત્રામાં શહેરીજનો પણ જોડાયા હતા. વડોદરામાં જાણે કે ખુશીનો માહોલ છવાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. આખું વડોદરા શહેર જીતનો જશ્ન મનાવી રહ્યું છે.
ઢોલ-નગરા અને ડીજેના તાલે કાર્યકરો નાચી રહ્યા છે. હજારોની સંખ્યામાં શહેરીજનો જોડાયા છે. તથા પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત પણે કરવામાં આવ્યો છે. લોકોની મોટી સંખ્યામાં કોઈ જાનહાની ન થાય એની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. પૂરતા પ્રમાણમાં એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.