Home /News /madhya-gujarat /

વડોદરા: નાના ભૂલકાઓએ કૃષ્ણ બની મટકી ફોડી, રાસ ગરબા સાથે કૃષ્ણ જન્મોત્સવની થઈ ઉજવણી

વડોદરા: નાના ભૂલકાઓએ કૃષ્ણ બની મટકી ફોડી, રાસ ગરબા સાથે કૃષ્ણ જન્મોત્સવની થઈ ઉજવણી

બાળકોને

બાળકોને કૃષ્ણની બંસરી, મોરપીંછ, માખણ અને તેની ગાયોનું મહત્વ સમજાવ્યું

શહેરની પ્રિન્સ અશોક રાજે ગાયક્વાડ તથા દેવયાની રાજે ગાયકવાડ સ્કૂલ ખાતે આજ રોજ શાળા પરિસરમાં આવેલ ' શ્રી મંદિર' માં જન્માષ્ટમી (Janmashtami)ની ઉજવણી કરવામાં આવી હતી. 

     વડોદરા: શહેરની પ્રિન્સ અશોક રાજે ગાયક્વાડ તથા દેવયાની રાજે ગાયકવાડ સ્કૂલ ખાતે આજ રોજ શાળા પરિસરમાં આવેલ ' શ્રી મંદિર' માં જન્માષ્ટમી (Janmashtami)ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો (Teachers) દ્વારા કૃષ્ણ જન્મોત્સવ અને કંસ વધનું નાટક યોજવામાં આવ્યું હતું. તેની સાથે જ શિક્ષકો અને બાળકો દ્વારા રાસ-ગરબા (Ras-Garba)ની રમઝટ અને કૃષ્ણ ધૂન સાથે કૃષ્ણો જયનાદ પણ ગુંજવામાં આવ્યો હતો. કૃષ્ણની બંસરી, મોરપીંછ, માખણ અને તેની ગાયોનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને લીધે દરેક વિદ્યાર્થી (Students)એ કૃષ્ણમય બનીને ઘરે- ઘરે કૃષ્ણ જન્મોત્સવનો લ્હાવો ઉઠાવ્યો હતો. કૃષ્ણના માખણ વગર તેનો જન્મોત્સવ તો અધૂરો જ રહે, તે માટે શિક્ષકો દ્વારા માખણચોરના માખણની મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

    કોરોનાની મહામારીને કારણે બાળકો શાળાએ આવતા ન હોવાથી સમગ્ર કાર્યક્રમ શાળાના 1500 વિદ્યાર્થીઓએ તેમના 3000 માતા-પિતા તથા ઘરના તમામ સભ્યો સાથે ડિજિટલ માધ્યમ દ્વારા જીવંત પ્રસારણનો લાભ ઉઠાવ્યો. આ કાર્યક્રમ ખુબ આનંદ અને ઉલ્લાસથી ભરેલો હતો. જાણે ખરેખર ગોકુળમાં જ આપણે હોઈએ એવી અનુભૂતિઓ અહેસાસ થયો હતો.

    ગણેશજી અને દશામાં પછી હવે શ્રીકૃષ્ણની મૂર્તિઓ પણ માટીથી બની... 

    આઠમ એટલે જન્માષ્ટમીનો તહેવાર... સમગ્ર દેશમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. કુષ્ણ ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના જન્મ ઉત્સવ માટે પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. જે પ્રમાણે ગણપતિ અને દશામાની માટીની મૂર્તિઓની સ્થાપના થાય છે, તે જ પ્રમાણે હવે શ્રીકુષ્ણ અને રાધાજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે.

    તેથી વડોદરા શહેરના કલામંદિરના ખાંચા ખાતે પાછલા કેટલાય સમયથી ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીની મૂર્તિઓ બનાવી વેચાણ માટે મૂકવામાં આવેલ છે. હવે જન્માષ્ટમી ઉત્સવના બે દિવસ આડા રહ્યા છે, ત્યારે લોકો ભગવાન શ્રીકૃષ્ણની માટીની મૂર્તિ ખરીદી કરતા જોવા મળ્યા હતા. બજારમાં એક ફુટ થી લઈને ચાર ફૂટ સુધીની રાધાકૃષ્ણની મૂર્તિઓ મળી રહી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Janmashtmi, Vadodara City, વડોદરા

    આગામી સમાચાર