Home /News /madhya-gujarat /

વડોદરા: પ્રતાપગંજ પોસ્ટમાસ્ટર જનરલ કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

વડોદરા: પ્રતાપગંજ પોસ્ટમાસ્ટર જનરલ કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલા કર્મીઓનું કરાયું સન્માન...

દક્ષિણ ગુજરાત ક્ષેત્રની વડોદરામાં આવેલી પ્રતાપગંજ પોસ્ટમાસ્ટર જનરલ કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં આ આખો સપ્તાહ આંરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. 

    વડોદરા: દક્ષિણ ગુજરાત (South Gujarat) ક્ષેત્રની વડોદરામાં આવેલી પ્રતાપગંજ પોસ્ટમાસ્ટર જનરલ કચેરી (Postmaster General Office) ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની (International Women's Day) ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં આ આખો સપ્તાહ આંરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક ક્ષેત્રમાં માહિલાઓના કામને સન્માનિત કરવામાં આવી રહ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાત ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ પ્રીતિ અગ્રવાલે વડોદરા પૂર્વ, પશ્ચિમ અને આર. એમ. એસના વિભાગીય કાર્યાલયની મહિલાઓને તેમની ફરજો, કાર્ય શૈલી અંગે માહિતગાર કર્યા હતા.

    તેમણે મહિલાઓને આત્મનિર્ભર તેમજ આર્થિક રીતે સ્વતંત્ર અને શિક્ષિત બનવા અને બનાવવા જણાવ્યું હતું. પ્રીતિ અગ્રવાલના હસ્તે સામાજિક તેમજ આર્થિક વિકાસના ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલા કર્મચારીઓ કુ. મીતા શાહ, સીનીયર સુપ્રીન્ટેન્ડન્ટ વડોદરા પૂર્વ ડીવીઝન, રૂપા નાયક, પી. એ. નવસારી ડીવીઝન, શબીહા ચિંતામણી, પી. એ. ખેડા ડીવીઝન, પૂર્વી પંડ્યા, પી એ, પી ટી સી વડોદરાને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે આ એક ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી મહિલાઓ ખૂબ જ પ્રોત્સાહિત થઈ છે અને મહિલાઓમાં આત્મવિશ્વાસનો પણ વધારો થાય છે.

    આ પણ વાંચો: વિધાનસભાની ચૂંટણીના પરિણામ, હવે આખા દેશમાં ઈન્ક્લાબ થશે-કેજરીવાલ

    આ સમારોહમાં કુ. મીતા શાહ, એસ. એસ. પી. વડોદરા ઇસ્ટ ડીવીઝન, એમ. ડી. દાનાની, સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ રેલ્વે મેલ સર્વિસ, વડોદરા તેમજ એન. જી. રાણા- સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસ, વડોદરા વેસ્ટ ડીવીઝન ઉપસ્થિત રહ્યા હતા. અને આ સમારોહમાં સામેલ થઈને મહિલાઓને બિરદાવી હતી. જેથી કરીને મહિલાઓને વધુ આગળ વધવાનું પ્રોત્સાહન મળે અને આગળ વધવાની ચાહ પણ મળે. વડોદરા શહેરમાં 8 મી માર્ચથી લઈને આજ દિન સુધી મહિલાઓને લઈને ઘણા બધા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. અને હજી પણ આવનારા બે દિવસ સુધી આ પ્રકારે મહિલાઓને લઈને કાર્યક્રમ થવાના છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन