અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિએ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે.
હિન્દૂ શાસ્ત્રોમાં ગુરુને વિશેષ સ્થાન અને મહત્વ આપવામાં આવ્યું છે. વ્યક્તિના જીવનમાં ગુરુના યોગદાનને બિરદાવવા માટે દર વર્ષ અષાઢ સુદ પૂનમની ગુરૂપૂર્ણિમા તરીકે પરંપરાગતની ઉજવણી કરવામાં આવે છે. અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિએ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે.
નિધિ દવે, વડોદરા: હિન્દૂ શાસ્ત્રોમાં (Hindu Scripture) ગુરુને વિશેષ સ્થાન અને મહત્વ આપવામાં આવ્યું છે. વ્યક્તિના જીવનમાં ગુરુના યોગદાનને બિરદાવવા માટે દર વર્ષ અષાઢ સુદ પૂનમની ગુરૂપૂર્ણિમા (Guru Purnima) તરીકે પરંપરાગતની (Tradition) ઉજવણી કરવામાં આવે છે. અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિએ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે.
શહેરના માંજલપુર ગામમાં આવેલ કબીર મંદિરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
ગુરુ પૂર્ણિમા નિમિત્તેવડોદરા શહેરના માંજલપુર ગામમાં આવેલ કબીર મંદિરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ખૂબ જ ધામધૂમથી પૂજા પાઠનું આયોજન કરવામાં આવ્યું. તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શન કરવામાં ઉમટી પડ્યા હતા. કહેવામાં આવે છે કે, આ મંદિર 100 વર્ષ જૂનું છે અને અહીં માંગેલી તમામ માનતાઓ પણ પૂર્ણ થતી હોય છે. આ મંદિરમાં એટલું સત રહેલું છે. આજદિન સુધી કોઈ શ્રધ્ધાળુ ખાલી હાથે પરત નથી ફર્યું.
ગુરુ પૂર્ણિમા મહર્ષિ વેદવ્યાસના જન્મોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમા મહર્ષિ વેદવ્યાસના જન્મોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર આ તિથિએ વેદના રચયિતા વેદવ્યાસનો જન્મ થયો હતો. શહેરના આધ્યાત્મિક સંકુલો, મંદિરો સહિત ધાર્મિક સ્થાનિકોએ આજે ગુરુપૂર્ણિમાનો પવિત્ર પર્વ શ્રધ્ધાપૂર્વક ઉજવાયો.