Home /News /madhya-gujarat /

Vadodara: વિશ્વનુ સૌથી મોટુ વચનામૃત, ગિનિસ બૂક ઓફ રેકોર્ડઝમાં નોંધ લેવાઈ

Vadodara: વિશ્વનુ સૌથી મોટુ વચનામૃત, ગિનિસ બૂક ઓફ રેકોર્ડઝમાં નોંધ લેવાઈ

વચનામૃતને

વચનામૃતને 854 પાનામાં પ્રસિધ્ધ કરાયુ છે. 

ભગવાન સ્વામિનારાયણે જે ઉપદેશ આપ્યા હતા તે વચનામૃત તરીકે ઓળખાય છે. મંદિર દ્વારા વચનામૃતને પ્રસિધ્ધ કરવા જે વિરાટકાય પુસ્તક બનાવાયુ.પુસ્તક 10 ફૂટ લાબું અને 7 ફૂટ પોહડું છે.

    વડોદરાઃ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં (Swaminarayan Temple) પૂ.જ્ઞાાનજીવન દાસજી સ્વામીની પ્રેરણાથી ઘનશ્યામ મહારાજના 18મા પાટોત્સવની ઉજવણી થઈ રહી છે. આજના કાર્યક્રમમાં મંદિર દ્વારા સર્જવામાં આવેલા વિશ્વ વિક્રમના ભાગરુપે મળેલા ત્રણ એવોર્ડનુ વિમોચન કરવામાં આવ્યુ હતુ. સાથે સાથે વિશ્વવિક્રમી વચનામૃતને હજારો ભાવિકોના દર્શન માટે પાટોત્સવમાં મુકવામાં આવ્યુ છે. આ વિશ્વનુ સૌથી મોટુ વચનામૃત છે અને તેની નોંધ ગિનિસ બૂક ઓફ રેકોર્ડઝમાં (Guinness Book of Record) લેવામાં આવી છે.

    વચનામૃતને પ્રસિધ્ધ કરવા વિરાટકાય પુસ્તક બનાવાયુ,પુસ્તક10 ફૂટ પહોળુ અને 7 ફૂટ લાંબુ.

    ભગવાન સ્વામિનારાયણે જે ઉપદેશ આપ્યા હતા તે વચનામૃત તરીકે ઓળખાય છે. મંદિર દ્વારા વચનામૃતને પ્રસિધ્ધ કરવા જે વિરાટકાય પુસ્તક બનાવાયુ છે તે 10 ફૂટ પહોળુ અને 7 ફૂટ લાંબુ છે. તેમજ સ્ટેન્ડ સહિત તેનુ વજન 1500 કિલો છે. વચનામૃતને 854 પાનામાં પ્રસિધ્ધ કરાયુ છે. લાંબા સમય સુધી તે સચવાઈ રહે તે માટે તેમાં વિશેષ પ્રકારના કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: ગુજરાતના રાજકારણમાં ઉપસી આવેલા આ યુવા ધુરંધરોને સાચવી ન શકી કોંગ્રેસ

    સૌરાષ્ટ્રના કુંડળધામમાં પણ તેને ભાવિકોના દર્શન માટે મુકવામાં આવશે.

    સૌરાષ્ટ્રના કુંડળધામમાં પણ તેને ભાવિકોના દર્શન માટે મુકવામાં આવશે. પાટોત્સવ દરમિયાન આજે ભગવાન સ્વામિનારાયણના 7070 વિવિધ સ્વરુપોના પણ ભાવિકોને દર્શન કરાવવામાં આવ્યા હતા. એક સાથે આટલા સ્વરુપોના દર્શનનો પણ વિશ્વ વિક્રમ સર્જાયો હતો. સાથે સાથે શુધ્ધ ઘીના 15000 દિવડા પ્રગટાવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર