વડોદરા : રાજ્યમાં વડોદરાની સર સયાજીરાવ હૉસ્પિટલના (Vadodara SSG Hospital fire) આઈસીયુમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હૉસ્પિટલના કોવિડ વોર્ડના આઈસીયુ2મા (Fire in ICU of SSG Hospital) આગની ઘટના ઘટી હતી. વડોદરાના કાલાઘોડા સર્કલથી ગોત્રીમાં આવેલા અન્ય કોવિડ (Gotri covid hospital) હૉસ્પિટલ વચ્ચે 4.6 કિલોમીટરનું અંતર હતું જેને જીવના જોખમે લઈ જવામાં આવ્યા હતા. મંગળવારે એસએસજી હોસ્પિટલમાં ક્રિટીકલ કેરમાં 150 થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા દરમિયાન શોર્ટ સર્કિટથી આગ લાગવાની દુર્ધટના થઇ હતી. બનાવને પગલે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરીને યુદ્ધના ધોરણે તમામ દર્દીઓને ગોત્રી મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન આ ઘટના સમયે કેવી રીતે આગ લાગી તેના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ (CCTV Footage) આવ્યા છે. જોકે, ચર્ચા મુજબ આઈસીયુમાં રાખેલા વેન્ટિલેટરમાં આગ લાગવાના કારણે સમગ્ર ઘટના સર્જાઈ હતી.
જોકે, શ્વાસ અદ્ધર કરી નાંખતા આ દુર્ઘટનાના CCTV વીડિયો જોતા સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે વડોદરાની હૉસ્પિટલમાં ફરજ બજાવતી સાચી કોરોના વૉરિયર્સ એવી નર્સોએ જો સમય સૂચકતા ન દાખવાી હોત તો કોરોનાના દર્દીઓ બળીને ભડથું થઈ ગયા હોત. જોકે, છેલ્લા કેટલાય સમયથી હૉસ્પિટલોમાં અને કોવિડ કેર સેન્ટરમાં આગના બનાવ બની રહ્યા છે. હજુ તો અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં લાૈગેલી આગની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં વડોદરામાં આગ લાગી છે. દરમિયાન જામનગરમાં પણ આગ લાગી હતી.
વારંવાર કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટના બને છે ત્યારે શું આવી ઘટનાઓ માટે સરકારી કે ખાનગી હૉસ્પિટલોની લાલિયાવાડી જવાબદાર છે? દરમિયાન આજે ઘટનાનો 3.5 મિનિટ જેટલો લાંબો CCTV video સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે આગ લાગતાની સાથે જ નર્સે પ્રથમ દર્દીને બહાર કાઢ્યા હતા. જોકે, ત્યારબાદ ધડાકો થયો અને આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી.
આ સમયે જો વોર્ડમાં કોઈ ન હોત અથવા તો અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં જેવી રીતે કાર્ડ લૉકવાળા દરવાજા હતા એવા દરવાજા પણ હોત તો મોટી હોનારત સર્જાઈ હોત. જોકે, સદનસીબે વડોદરાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ જે CCTV-VIdeo સામે આવ્યા છે ત્યાર બાદ SSG હ઼ૉસ્પિટલનું તંત્ર સવાલોના ઘેરામાં ચોક્કસપણે આવી જાય છે.
દરમિયાન 9મી સપ્ટેમ્બરના રોજ વડોદરામાં કોરોના વાયરસના નવા 126 કેસ નોંધાયા છે જ્યારે એક દર્દીનું મોત થયું છે. અત્યારસુધીમાં વડોદરામાં 155 દર્દીઓનાં મોત થયા છે જ્યારે કુલ 1382 દર્દીઓ શહેરની જુદી જુદી હૉસ્પિટલમાં દાખલ છે. વડોદરામાં 52 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 139 દર્દીઓ ઑક્સિજન પર છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર