વડોદરા: શહેર નજીકના હરિધામ સોખડા મંદિરમાં ગત ગુરુવારે એકાઉન્ટ ઓફિસમાં કામ કરતા અનુજ ચૌહાણ પર હુમલો થયો હતો. આ હુમલા બાદ મોબાઇલ ફોનમાં રેકોર્ડ થયેલી ક્લિપ સોશિયલ નેટવર્ક દ્વારા વાયરલ થઈ હતી. મારામારીની તપાસમાં પોલીસે મનહર પટેલ નામના વ્યક્તિનું નામ ખૂલ્યું છે. અનુજ ચૌહાણની ફરિયાદને આધારે પોલીસ સોખડા મંદિરના સ્વરૂપ સ્વામી, હરિસ્મરણ સ્વામી, પ્રભુ પ્રિય સ્વામી અને ભક્તિ વલ્લભ સ્વામી ઉપરાંત મનહર પટેલની પણ તપાસ ચાલુ છે.
જેમાં આજરોજ સેવક અનુજ ચૌહાણના પિતા વિરેન્દ્રસિંહ ચૌહાણે વિડિયો મારફતે નિવેદન આપ્યું છે. અનુજના પિતા એ જણાવ્યું કે, અમારો પરિવાર ભયમાં છે. તમામ પ્રકારની શક્તિઓ સમાધાન માટે મારી પાછળ પડી છે. વડોદરામાં રહેવું સુરક્ષિત નથી લાગ્યું એટલે અજ્ઞાત સ્થળે શિફ્ટ થયા છે. અનુજને માર માર્યા બાદ મંદિરમાં જલેબી પૈડાં વહેચવામાં આવ્યા હતા. અનુજને મંદિરમાં મારી નાખવામાં આવ્યો હોત તો ??? અનુજના પિતા દ્વારા સાધુ સમાજ અને સંતો પાસે ન્યાયની માંગણી કરવામાં આવેલ છે.
સોખડામાં હરિધામમાં સંતોએ જેને માર્યો હતો તે અનુજ ચૌહાણ સોશયલ મીડિયા થકી સામે આવ્યો છે. અનુજ ચૌહાણ પરિવાર સહિત અજ્ઞાતવાસમાં ચાલ્યો ગયો છે. અનુ ચૌહાણે જણાવ્યું કે, મને જે માર મારવામાં આવ્યો છે જે જરા પણ ક્ષમા યોગ્ય નથી. ન્યાય પ્રકીર્યા મુજબ ન્યાય મળે એવી મારી પ્રાર્થના છે.
અનુજ ચૌહાણ અને તેના પિતાનો વિડીયો સામે આવ્યા બાદ ત્યાગ વલ્લભ સ્વામી સામે આવ્યા અને નિવેદન આપ્યું હતું. હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના વલ્લભ સ્વામીએ જણાવ્યું કે, પરિવાર ભયભીત ન રહે, પરિવાર નિશ્ચિન્ત બની સામે આવે. આપણે શાંતિથી બેસીને વાતનું નિરાકરણ લાવીશું. ત્યાગ વલ્લબ સ્વામી એ પરિવારની દિલગીરી વ્યક્ત કરી હતી. ખાસ વાત તો એ છે કે સ્વામીજી એ જલેબી અને પેંડા વહેંચવાની વાતને ફગાવી દીધી. તદુપરાંત વલ્લભ સ્વામીનું કહેવું એમ છે કે, મહિલાઓનો કાર્યક્રમ ચાલતો હતો અને એનો વિડીયો લઇ ન શકાય એટલા માટે જ ફક્ત અનુજ પાસે મોબાઈલ માંગ્યો હતો. પરંતુ એવામાં ગેરસમજ ઉભી થતા વાત બગડી ગઈ હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર