વડોદરા: હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરામાં ઠંડીનો સપાટો જારી છે. વાદળો વિખેરાતા જે વડોદરા કોલ્ડવેવની ઝપેટમાં આવી ગયું હતું. તો સન્ડે કોલ્ડ ડે બની ગયો હતો. શહેરમાં રવિવારે લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 9.2 ડિગ્રી પહોંચી ગયો હતો. ઉત્તર પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા બર્ફીલા પવનોના લીધે ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો હતો. જેના લીધે શહેરીજનોએ રવિવારે કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.
ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં કોલ્ડવેવ શરૂ થતાં જ જનજીવન અસર પામ્યું હતું. તાપમાનનો પારો પણ નીચે આવી રહ્યો છે. દિવસભર કોલ્ડવેવની અસરને કારણે જ્યારે જીવનને પણ માઠી અસર થઇ રહી છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી પ્રચંડ હિમ વર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોખમ તરફ શહેરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. શહેરમાં લઘુતમ તાપમાનનો પારો શનિવારની સરખામણીમાં રવિવારે 8.8 ડિગ્રી સુધી ગગડી ગયો હતો.
વડોદરા શહેરમાં 1989માં લઘુત્તમ તાપમાનનો પારો 9.2 ડિગ્રી સેન્ટિગ્રેડ પહોંચ્યો હતો. આ ઉપરાંત સુસવાટાભેર ફૂંકાતા તે જ પવનોને કારણે પણ વડોદરાના નગરજનોની રવિવારની રજામાં પણ ઘરોમાં પણ કેદ રહેવું પડયું હતું. કાતિલ ઠંડીમાં ધ્રૂજતાં નગરજનોને દિવસ દરમિયાન પણ ગરમ વસ્ત્રો પહેરવા પડયા છે. ફૂટપાથવાસીઓ અને ઝૂંપડાઓ માટે ઠંડીનો સામનો કરવો મુશ્કેલ બન્યો છે. જોકે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરમ વસ્ત્રોનું વિતરણનો સિલસિલો યથાવત્ રહ્યો છે.
વડોદરા શહેરનું આજરોજ સોમવારે લઘુતમ તાપમાન 12 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાવાની શક્યતાઓ રહેલી છે. આજે સવારે પણ કાતિલ ઠંડીનો ચમકારો યથાવત છે. ગઈકાલે હવામાં ભેજનું પ્રમાણ સવારે 81 ટકા અને સાંજે 42 ટકા નોંધાયું હતું. હવાનું દબાણ 1013 મિલિબાર્સ નોંધાયું હતું. ઉત્તર-પશ્ચિમ દિશા તરફના પવનની ગતિ કલાકના 10 કિમી નોંધાઇ હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર