વધુ એક કંપનીએ બેન્કોને રૂ.2654 કરોડનો ચૂનો ચોપડ્યો
ભાજપના અન્ય વરિષ્ટ નેતાઓના પણ કરીબી વડોદરાના ઉદ્યોગપતિ અમીત ભટનાગરની કંપની "ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ટર લિમિટેડ" સંખ્યાબંધ બેંકોનું રૂ. 2654 કરોડનું કરીને ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે
ભાજપના અન્ય વરિષ્ટ નેતાઓના પણ કરીબી વડોદરાના ઉદ્યોગપતિ અમીત ભટનાગરની કંપની "ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ટર લિમિટેડ" સંખ્યાબંધ બેંકોનું રૂ. 2654 કરોડનું કરીને ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે
અમદાવાદ: રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલના ખાસ ગણાતા હોવાનો જેમની ઉપર આક્ષેપ છે તેવા અને ભાજપના અન્ય વરિષ્ટ નેતાઓના પણ કરીબી વડોદરાના ઉદ્યોગપતિ અમીત ભટનાગરની અમદાવાદ: રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલના ખાસ ગણાતા હોવાનો જેમની ઉપર આક્ષેપ છે તેવા અને ભાજપના અન્ય વરિષ્ટ નેતાઓના પણ કરીબી વડોદરાના ઉદ્યોગપતિ અમીત ભટનાગરની કંપની "ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ટર લિમિટેડ" સંખ્યાબંધ બેંકોનું રૂ. 2654 કરોડનું કરીને ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. બેન્ક લૉન અને ક્રેડિટ કૌભાંડમાં સીબીઆઇએ ક્રિમિનલ કેસ નોંધીને વડોદરામા આવેલી કંપનીની ઓફિસો, પ્લાન્ટ, અને નિવાસ સ્થાન પર દરોડા પાડ્યા હતા. જોકે અમિત ભટાનગર ફરાર થઇ ગયા હતા.
સીબીઆઇના્ અધિકારીઓએ કંપનીના અન્ય ડાયરેક્ટરો અમિત ભાતનગરના પિતા સુરેશ ભટનાગર, ભાઇ સુમિત ભટનાગર, અમિત ભટનાગરના પત્ની મોના ભટનાગરની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતીઅને થોકબંધ દસ્તાવેજો કબ્જે કર્યા હતા.સીબીઆઇએ આ દરોડામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)ના અધિકારીઓ અને બેન્કના અધિકારીઓ પણ સાથે રાખ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.
ક્રેડિટ ફેસીલિટીથી મેળવેલા નાણાં ચાઉં
ઇન્ડસ્ટ્રિઅલ કેબલ અને ટ્રાન્સફોર્મરનું ઉત્પાદન કરતી ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડ વર્ષ 2008થી સમયાંતરે બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક, સહિત જાહેર અને ખાનગી ક્ષેત્રની 11 બેંકો પાસેથી લોન અને ક્રેડિટના રૂપમાં કરોડો રૂપિયા લીધા હતા.આ આકડો તા.29 જુન 2019ના રોજ રૂ.2654.40 કરોડે પહોંચ્યો હતો. 2016-17માં બેંકોએ અમિત ભટનાગરની આ જંગી લોનને એનપીએ જાહેર કરી હતી.આ દરમિયાન બેંકોમાંથી લોન ઉપરાંત ક્રેડિટ લેવામાં બેક અધિકારીઓ સાથે મળીને ડાયમંડ પાવરના પ્રમોટરોએ કૌભાંડ આચર્યુ હતુ.જેમા બેંકોના અધિકારીઓ સાથેના મેળાપીપણામાં ભટનાગરે તેમની ક્રેડિટ લીધી હતી.
વર્ષ 2008માંઅમિત ભટનાદરને લોન આપવા માટેને બેંકની કન્સર્ટિઅમમાં શરૂઆતમાં ટર્મ લોન માટે એક્સિસ બંક લીડ બેંક હતી અને કેશ ક્રેડિટ માટે બેંક ઓફ ઇન્ડિયા લીડ બેંક હતી.સીબીઆઇમાં તાજેતરમાં આ મામલે કોઇએ ફરિયાદ કરી હતી.જે બાદ સીબીઆઇની લગભગ 5 ટૂકડીઓ અમિત ભટનાગરના નિઝામપુરામાં આવેલા સત્તાવાર નિવસ્થાન પર ત્રાટકી હતી અને તમામ ગતિવિધીઓ બંધ કરવાને મોડી રાત સુધી પુછપરછ કરી હતી. તેમના નિવાસ્થાન પર ઓફિસ અને પ્લાન્ટ એમ કોઇ સ્થળ ઉપર તેઓ મળી આવ્યા ન હતા.મતલબ કે તેઓને પહેલેથી જ દરોડાની જાણ હોવી જોઇએ.એટલે તેઓ ફરાર થઇ ગયા હતા.
અમિત ભટનાગરે કઈ બૅન્કો અને ક્રેડિટ સોસાયટી સાથે કેટલી ઠગાઈ કરી, જાણો • 670.51 કરોડ- બેંક ઓફ ઇન્ડિયા