સીબીઆઈએ ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે ત્યારે આજે ઈડીના અધિકારીઓ ત્રાટક્યા છે. અમિત ભટનાગર ના નિવાસ,ફેક્ટરીઓ અને ફાર્મ હાઉસ પર ઈડીના અધિકારીઓની છાપા મારી. ભટનાગરના આર્થિક વ્યવહારો અને વિદેશ નાણા મોકલ્યા છે કે કેમ, ક્યા કેટલુ રોકાણ કર્યુ છે આ તમામ બાબતોની તપાસ સરુ કરી છે.
ઇડીના અધિકારીઓએ અમિત ભટનાગર અને પરિવારના સભ્યો હાજર ન હતા. ઈડીના અધિકારીઓએ વૉચમૅન બોલાવી ચાવી માંગી ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો હતો અને આધારભૂત સૂત્રો મુજબ ઘરમાં જે રૂમના દરવાજાની ચાવી ન હતી તેનો નકુચો તોડી ખોલવામાં આવી તપાસ હાથ ધરી હતી.
જયારે સીબીઆઈએ દરોડા પાડ્યા ત્યારે અમિત ભટનાગર સિવાય બીજા પરિવારના સદસ્યો હાજર હતા, પરંતુ આજે સવારથી ઈડીએ છાપા માર્યા ત્યારે ભટનાગર બંધુઓ સહીત કોઈ પણ પરિવારના સભ્યો હાજર ન હતા. છાપા દરમિયાન વિદેશી કુતરાઓ ભસતા રહ્યા હતા એક સાથે ભટનાગર બંધુઓના ૬થી વધુ મહત્વના સ્થળોએ ઈડીએ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલના ખાસ ગણાતા હોવાનો જેમની ઉપર આક્ષેપ છે તેવા અને ભાજપના અન્ય વરિષ્ટ નેતાઓના પણ કરીબી વડોદરાના ઉદ્યોગપતિ અમીત ભટનાગરની કંપની "ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ટર લિમિટેડ" સંખ્યાબંધ બેંકોનું રૂ. 2654 કરોડનું કરીને ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. બેન્ક લૉન અને ક્રેડિટ કૌભાંડમાં સીબીઆઇએ ક્રિમિનલ કેસ નોંધીને વડોદરામા આવેલી કંપનીની ઓફિસો, પ્લાન્ટ, અને નિવાસ સ્થાન પર દરોડા પાડ્યા હતા. જોકે અમિત ભટાનગર ફરાર થઇ ગયા હતા.
સીબીઆઇના્ અધિકારીઓએ કંપનીના અન્ય ડાયરેક્ટરો અમિત ભાતનગરના પિતા સુરેશ ભટનાગર, ભાઇ સુમિત ભટનાગર, અમિત ભટનાગરના પત્ની મોના ભટનાગરની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતીઅને થોકબંધ દસ્તાવેજો કબ્જે કર્યા હતા.સીબીઆઇએ આ દરોડામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)ના અધિકારીઓ અને બેન્કના અધિકારીઓ પણ સાથે રાખ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.