Home /News /madhya-gujarat /

ગુજરાતમાં આ શહેરમાં મળે છે ફક્ત 6 રૂપિયામાં બન સમોસા, સાથે મળતી ત્રણ ચટણીનો ચટાકો કરવા જેવો

ગુજરાતમાં આ શહેરમાં મળે છે ફક્ત 6 રૂપિયામાં બન સમોસા, સાથે મળતી ત્રણ ચટણીનો ચટાકો કરવા જેવો

સૌ

સૌ પ્રથમ 20 પૈસામાં બન સમોસા વેચવામાં આવતા હતા. 

શહેરના પોલોગ્રાઉન્ડ ખાતે આવેલ બરોડા હાઇસ્કુલની બહાર સાંઈ બન સમોસાની લારી આવેલ છે. સાંઈ બન સમોસાની લારી છેલ્લા ઘણા વર્ષોથી અહીં પોલોગ્રાઉન્ડ ખાતે ઉભી રહે છે.

    વડોદરા: શહેરના પોલોગ્રાઉન્ડ ખાતે આવેલ બરોડા હાઇસ્કુલની બહાર સાંઈ બન સમોસાની લારી આવેલ છે. સાંઈ બન સમોસાની લારી છેલ્લા ઘણા વર્ષોથી અહીં પોલોગ્રાઉન્ડ ખાતે ઉભી રહે છે. જ્યાં લોકો દૂર-દૂરથી વહેલી સવારે બન સમોસા ખાવા માટે આવતા હોય છે. પરંતુ હાલમાં સાંઈ બન સમોસાની લારી ચોથી પેઢીના મહેન્દ્રભાઈ ચલાવી રહ્યા છે.

    મહેન્દ્રભાઈ ઉત્સાહથી લોકોને બન સમોસા ખવડાવતા હોય છે. તેમના સ્વભાવ અને સ્વાદને કારણે જ લોકો અહીં ખેંચાઇ આવે છે. અહીંયા ખૂબ લિમિટેડ સ્ટોક રાખવામાં આવતો હોય છે. બપોર સુધીમાં તો સફાચટ થઇ જતું હોય છે. જ્યારે આ લારી શરૂ કરવામાં આવી હતી, ત્યારે સૌ પ્રથમ 20 પૈસામાં બન સમોસા વેચવામાં આવતા હતા. પછી ધીરે ધીરે મોંઘવારીના કારણે હાલમાં છ રૂપિયાનું એક બન સમોસુ મળે છે.

    આ પણ વાંચો: અમદાવાદમાં 23 હજાર એક્ટિવ કેસની સામે માત્ર 350 દર્દીઓ હોસ્પિટલમા દાખલ

    બીજા બન સમોસા કરતાં અહીં અલગ એટલા માટે છે કારણકે, મહેન્દ્રભાઈ ત્રણ અલગ અલગ પ્રકારની ચટણીનો બનાવે છે. જેમાં ખજૂર આમલીની ચટણી, મરચાંની ચટણી તથા ટમેટાની ચટણી હોય છે. આ ત્રણ ચટણીઓનો સ્વાદ ચટપટો હોય છે કે, જેના કારણે જ શહેરીજનો અહીં ખાવા માટે દોડી આવતા હોય છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર