Home /News /madhya-gujarat /

વડોદરામાં પર્યાવરણનું જતન, અહીં માટી અને પંચદ્રવ્યમાંથી બનાવવામાં આવે છે ગણેશજીની મુર્તિ

વડોદરામાં પર્યાવરણનું જતન, અહીં માટી અને પંચદ્રવ્યમાંથી બનાવવામાં આવે છે ગણેશજીની મુર્તિ

પંચદ્રવ્યમાં

પંચદ્રવ્યમાં ગાયનું ઘી, ગોબર, ગૌમૂત્ર, દૂધ અને દહીંનો સમાવેશ કરવામાં આવ્યો

વડોદરા શહેરમાં કલામંદિરના ખાંચામાં શ્રી અશોક બાબા પરિવાર ગૌ સેવા દ્વારા પંચદ્રવ્ય અને માટીથી ગણપતિજીની મૂર્તિઓ બનાવવામાં આવે છે.

    1. પંચદ્રવ્ય અને માટીથી બનેલી ગણેશજીની મૂર્તિ

    વડોદરા શહેરમાં કલામંદિરના ખાંચામાં શ્રી અશોક બાબા પરિવાર ગૌ સેવા દ્વારા પંચદ્રવ્ય અને માટીથી ગણપતિજીની મૂર્તિઓ બનાવવામાં આવે છે. હવે શહેરમાં પર્યાવરણને નુકસાન ન થાય એની લોકોમાં જાગૃતિ ફેલાય રહી છે. તેવામાં પંચદ્રવ્ય અને માટીથી ગણપતિજીની મૂર્તિ આ વર્ષે બજારમાં આવેલ છે. આ વર્ષે શ્રી અશોક બાબા પરિવાર ગૌ સેવા દ્વારા 100 જેટલી મૂર્તિઓ બનાવવામાં આવી છે. અને ભક્તો પણ આ પ્રકારની પંચદ્રવ્યવાળી ગણેશજીની મૂર્તિ લેવાનું પસંદ કરે છે.

    પંચદ્રવ્યમાં ગાયનું ઘી, ગાયનું ગોબર, ગૌમૂત્ર, દૂધ અને દહીંથી ગણેશજીની મૂર્તિઓ બનવવામાં આવેલ છે. આ પ્રકારના પંચદ્રવ્ય પર્યાવરણને ફાયદાકારક સાબિત થાય છે. તદુપરાંત આ ગણેશજીની મૂર્તિનું ઘરના આંગણામાં કે બગીચામાં વિસર્જિત કરવામાં આવે તો આ પંચદ્રવ્ય પવિત્ર હોવાથી એક હકારાત્મક ઉર્જા ઉદભવતી હોય છે, જે આપણા માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે.

    2. વડોદરા શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન

    શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ ફરી એક વખત મેઘરાજાનું આગમન થયું. લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અલબત્ત હવે વરસાદની સતત જરૂર છે, જેથી હવે મેઘરાજા મહેર રાખે તો શહેરના જળાશયો જે સુકાય ગયા છે તેમાં પાણીની આવક થાય અને લોકોને પૂરતું પાણી મળી રહે.

    વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયેલો છે. તેવામાં ખેડૂતો માટે આજે ફરી એક વખત આશા બંધાયી છે. વરસાદ વરસતા શહેરીજનોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે 5 દિવસ વરસાદની આગાહી કરી છે. વડોદરા શહેર માથે જે જળસંકટ સર્જાયેલું છે, તેમાં રાહત થાય એવી આશા રહેલી છે.

    3. વાલ્મિકી સમાજનો તહેવાર છડીમહોત્સવની ઉજવણી

    શ્રાવણ માસની નોમની તિથિએ વાલ્મિકી સમાજના પવિત્ર તહેવાર છડી મહોત્સવ નિમિત્તે શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે વિવિધ જગ્યાઓથી રંગીન છડીયાત્રા આવી પહોંચી હતી.

    વાલ્મિકી સમાજના ઇષ્ટદેવ ગોગાજી જહરવીર મહારાજના છડી મહોત્સવની ઉજવણી છેલ્લા 300 વર્ષોથી કરવામાં આવે છે. ત્યારે શહેરમાં છડીમહોત્સવની નોમ ના દિવસે તબક્કાવાર વિવિધ જગ્યાઓથી છડીયાત્રા આવી પહોંચી હતી. છડીયાત્રાના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, મોટી સંખ્યામાં વાલ્મીકિ સમાજના લોકો અહીં ઉપસ્થિત રહ્યાં હતાં.

    આ પ્રકારની ઉજવણીને કારણે કોરોના જેવી મહામારીનો ભય સર્જાયેલો રહે છે. કોઈ પણ પ્રકારના નિયૂમોનું અહીં પાલન થતું દેખાય નથી રહ્યું. લોકો માસ્ક વગર ફરતા જોઈ શકાય છે. આવામાં કોરોનાની ત્રીજી લહેર સંભવિત પણે આગમન કરી શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Eco Friendly, Vadodara news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन