Home /News /madhya-gujarat /

બુલેટ ક્વીન ઓફ વડોદરા: યુવા મહિલા રીતુ કૌરે બાઈક રાઈડિંગમાં મહિલાઓનું વર્ચસ્વ સ્થાપ્યું

બુલેટ ક્વીન ઓફ વડોદરા: યુવા મહિલા રીતુ કૌરે બાઈક રાઈડિંગમાં મહિલાઓનું વર્ચસ્વ સ્થાપ્યું

રીતુ

રીતુ કૌરને ડર્ટ બાઈક રાઈડિંગ કરવું વધુ પસંદ છે,જે ખાસ કરીને પુરુષો જ કરતા હોય છે

રીતુ કૌર, જેણે પુરૂષોનું અધિપત્ય ગણાય એવી બાઇક રાઈડિંગની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈને સર્વોપરિતા સાબિત કરી છે. વડોદરાની યુવા મહિલા 

  વડોદરા:  પૌરાણિક કાળથી સ્ત્રીઓને શક્તિનું રૂપ માનવામાં આવે છે. હકીકતમાં સ્ત્રીઓ દરેક રીતે પુરુષો કરતાં વધુ મજબૂત હોય છે પરંતુ તેમને તેમની ક્ષમતા બતાવવાની વધારે તકો મળી નથી. આજે આપણે એવી મહિલાની વાત કરીશુ જેણે પુરૂષોનું અધિપત્ય ગણાય એવી બાઇક રાઈડિંગની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈને સર્વોપરિતા સાબિત કરી છે. વડોદરાની યુવા મહિલા રીતુ કૌરે બાઇક રાઈડિંગ રમતમાં પોતાનું વર્ચસ્વ જમાવીને 50થી વધુ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને અનેક ઇનમો અને પારિતોષિકો મેળવ્યા છે.

  ગુરૂબક્ષસિંગ અને સુમાનકૌરને ચાર સંતાનો પૈકી બીજા નંબરની સંતાન રીતુ કૌરને બાળપણથી જ રમતોમાં વધુ રસ હતો. શાળામાં સાયકલિંગ, કબડ્ડી, ખોખો, સ્વિમિંગ, ફુટબોલ જેવી રમતો રમતી હતી. જે રમતો છોકરાઓ વધુ રમે તેવી રમતો રમતી હતી અને બરોબરી કરતી હતી. શાળામાં તેની ઇમેજ ટોમ બોય જેવી હતી.

  રીતુ કૌર છેલ્લા નવ વર્ષથી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિવિધ રમતો માટે વિધાર્થીઓને કોચિંગ આપી રહી છે. રીતુને મોટરસ્પોર્ટ સ્પર્ધા જોવાનું ખૂબ ગમતું, આથી તેને વડોદરામાં મોટર સ્પોર્ટ ક્ષેત્રના જાણીતા એવા સુનિલ નિગમનો સંપર્ક કર્યો અને તેમની પાસેથી પુરૂષોના અધિપત્યવાળી બાઇક રાઈડિંગ રમતની તાલીમ મેળવવાનું શરૂ કર્યું. તાલીમ દરમિયાન સુનિલ નિગમે રીતુની એકાગ્રતા અને ધગશ જોઈ અને તેનામાં રહેલી પ્રતિભા ઓળખીને તેને બાઇક રાઈડિંગ ક્ષેત્રે આગળ વધવાની સલાહ આપી અને ઓફ રોડ બાઇકિંગની વિશેષ તાલીમ અને ટિપ્સ આપીને તેનો ઉત્સાહ વધાર્યો.

  આ પણ વાંચો: Vadodara: ફોર્ટિફાઇડ ચોખા પ્લાસ્ટિકના ચોખા નથી, નાગરિકોને ગેરમાન્યતા દૂર કરવા અપીલ

  રીતુ કૌરે તેની પ્રથમ સ્પર્ધા 2016માં ગોવામાં યોજાયેલ
  બાઈક રાઈડિંગની સ્પર્ધામાં 500 સીસીની બુલેટ મોટર સાયકલ ચલાવી હતી અને પ્રથમ સ્થાને આવી હતી. ત્યાર બાદ રીતુ કૌરે પાછુ વળીને જોયું નથી. દર વર્ષે યોજાતી વિવિધ મોટો ક્રોસ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને જેમ જેમ તેનો અનુભવ થતો ગયો તેમ તેમ બાઇક ચલાવવામાં નિપુણતા મેળવતી રહી. રીતુએ અત્યાર સુધીની 50થી વધુ સ્પર્ધાઓમાં તેને ભાગ લીધો છે અને 8 જેટલી સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો જ્યારે અન્ય કેટલીય સ્પર્ધાઓમાં બીજા અને ત્રીજા ક્રમાંક મેળવીને વડોદરાને ગૌરવ અપાવ્યું છે.

  રીતુ કોરે વડોદરામાં ઘણી બધી યુવતીઓ કે મહિલાઓને બુલેટ મોટર સાયકલ ચલાવતા શીખવી છે. તેને મહીલા બાઇક રાઈડર્સનું "બુલેટ ક્વીન ઓફ વડોદરા" નામનું ગ્રુપ બનાવ્યું હતું. જેમાં 9 વિવિધ વય જૂથની મહિલાઓ હતી અને તેઓ સાથે જ બાઇક ચલાવતા અને વિવિધ સ્થળો પર ફરવા જતા હતા.

  આ પણ વાંચો: Bopal Drugs Caseમાં મોટો ખુલાસો: નીલ પટેલ દર અઠવાડિયે લાખોનું ડ્રગ્સ ખરીદતો હતો

  રીતુ કૌર શનિ-રવિ અને રજાને દિવસે ચોક્ક્સ પણે ત્રણ કલાક ઓફ રોડ બાઇકિંગ અથવા રાઈડિંગ ટ્રેક પર પ્રેક્ટિસ કરે છે . તેની પાસે બે બાઇક છે એક આરઇ 500 સીસી અને બીજી 150 સીસીની ઇમ્પ્લસ. તેને ગ્રુપમાં તેમજ એકલી પણ બાઇક ચલાવે છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Bike rider, Vadodara news, વડોદરા

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन