Home /News /madhya-gujarat /

19 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચરનારો બિલ્ડર ભાગી ગયો પણ આ કારણે વડોદરા પરત ફર્યો

19 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચરનારો બિલ્ડર ભાગી ગયો પણ આ કારણે વડોદરા પરત ફર્યો

આરોપી બિલ્ડર પોતાના સંબંધીની 20 વર્ષીય દીકરી સાથે વાતચીત કરીને ખરાબ નજર નાખતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બિલ્ડર નવલ ઠક્કર અંબાજી તરફ જતો રહ્યો હતો ત્યારે પોતાની ગાડી બગડી જતા તે બસમાં વડોદરા પરત આવ્યો હતો.

    અંકિત ઘોનસીકર, વડોદરા: વડોદરા (Vadodara)માં પોતના જ સંબધીની 19 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ (Rape) ગુજારનાર આરોપી બિલ્ડર નવલ ઠક્કર (Vadodara Builder Naval Thakkar) પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. સુખી સંપન્ન પરિવારો માટે પણ આંખ ઉઘાડતો કિસ્સો સંસ્કારી નગરી વડોદરામાં સામે આવ્યો હતો. વડોદરા કન્સ્ટ્રક્શન વેપાર સાથે સંકળાયેલા નવલ ઠક્કર નામના આરોપી પર તેમના જ દૂરના સંબંધીની દીકરી સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજરવાની ફરિયાદ વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશનમા નોંધાઈ હતી.

    ફરિયાદ નોંધાતા વડોદરા પોલીસની ટીમો અને અલગ અલગ બીજી ચાર ટીમો નવલ ઠક્કરને શોધવાની તજવીજ હાથ ધરી હતી. બિલ્ડર પર દુષ્કર્મ જેવો ગંભીર આરોપ લાગતા આરોપી પોલીસથી બચવા દૂર ભાગી રહ્યો હતો. પરંતુ તેને ખબર પડી કે આ ગુનામાં ભાગવાથી કંઈ ફાયદો નથી જેથી સામે ચાલીને જ પોલીસ સમક્ષ હાજર થયો હતો.



    પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બિલ્ડર નવલ ઠક્કર અંબાજી તરફ જતો રહ્યો હતો ત્યારે પોતાની ગાડી બગડી જતા તે બસમાં વડોદરા પરત આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસની શી ટીમ પાસે પીડિતા યુવતીનું કાઉન્સિલિંગ પણ કરાવ્યું હતું અને પીડિતા નું CRPC 164 મુજબનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. પરંતુ દુષ્કર્મની ગંભીર ફરીયાદ બાબતે આરોપી પોતાનો બચાવ કરી રહ્યો છે. આરોપી બિલ્ડરનું કહેવું છે તે આ સમગ્ર કેસમાં નિર્દોષ છે અને તેને ખોટી રીતના ફસાવવામાં આવી રહ્યો છે.

    આ પણ વાંચો- ભારતે પાકિસ્તાનને રગદોળ્યું, સ્મૃતિ મંધાનાએ ફટકારી અડધી સદી

    સમગ્ર બનાવની વિગત જોતા આરોપી બિલ્ડર પોતાના સંબંધીની 20 વર્ષીય દીકરી સાથે વાતચીત કરીને ખરાબ નજર નાખતો હતો. આ અંગે તેના પિતાને અણસાર આવતા 6 મહિના પહેલા તેમણે નવલ ઠક્કરને તેના ઘરે ન આવવા અને તેની દીકરી સાથે કોઈ જાતની વાતચીત કરવાની કે સંપર્ક રાખવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જોકે બિલ્ડર યુવતી સાથે મોબાઈલ ફોન પર અવારનવાર વાતચીત કરતો હતો. યુવતી ટ્યૂશન ક્લાસમાં આવે ત્યાંથી બિલ્ડર તેને પોતાની કારમાં બહાર લઈ જતો હતો. પરંતુ એક દિવસ યુવતીના પિતાએ યુવતીનો મોબાઈલ તપાસતાં એમાં દીકરીના બિભસ્ત ફોટોગ્રાફ મળી આવ્યા હતા, જે જોઈને પિતા ચોંકી ઊઠ્યા હતા.

    આ પણ વાંચો- દીકરીના અભ્યાસ માટે પૈસા ભેગા કર્યા, લૂંટારૂંઓ બેગ લઇ ફરાર

    આ ઉપરાંત દીકરીએ પોતાના પિતા વિરુદ્ધ એક લેટર પણ લખ્યો હતો, જેના ફોટોગ્રાફ પણ પિતાને મળી આવ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. અને આરોપી બિલ્ડર નવલ ઠક્કર પોલીસની ગિરફ્તમાં આવ્યો હતો. હાલના દીવસોમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મના બનાવ વધતા જોવા મળી રહ્યા છે. જેને લઈને આજની યુવતીઓ એ સજાગ થવાની જરુર છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, Vadodara, Vadodara rape case, વડોદરા સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन