વડોદરાનો હૃદયદ્રાવક બનાવ: વિદાય વખતે જ કન્યા ઢળી પડી, હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

વડોદરાનો હૃદયદ્રાવક બનાવ: વિદાય વખતે જ કન્યા ઢળી પડી, હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
તસવીર: Shutterstock

વડોદરાના ગોત્રી વિસ્તારમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, વિદાય વખતે જ કન્યાએ દુનિયામાંથી 'વિદાય' લીધી. કન્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ.

 • Share this:
  વડોદરા: વડોદરામાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. જેમાં લગ્ન બાદ વિદાય વખતે કન્યા (Bride)નું મોત થયું છે. એટલે કે ખુશીનો ઉત્સવ એકાએક માતમમાં ફેરવાઈ ગયો હતો. શહેરના ગોત્રી વિસ્તાર (Gotri area)માં આ બનાવ બન્યો છે. લગ્ન (Marriage) બાદ આજે સવારે કન્યાની વિદાય રાખવામાં આવી હતી. આ દરમિયાન કન્યાને અચાનક ચક્કર આવ્યા હતા અને તે ઢળી પડી હતી. જે બાદમાં કન્યાને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ (Hospital) ખસેડવામાં આવી હતી. હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. આ દરમિયાન કન્યાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે મહિલાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

  વિદાય પ્રસંગે જ કેન્યાએ દુનિયામાંથી 'વિદાય' લઈ લેતા વર અને કન્યા એમ બંને પક્ષના લોકોને આઘાત લાગ્યો હતો. બીજી તરફ કન્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પણ દોડધામ મચી ગઈ છે. લગ્ન પ્રસંગમાં અનેક લોકો એકઠા થયેલા હોવાથી અન્ય લોકોને પણ ચેપ લાગવાનો ખતરો હોવાથી કન્યાના સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ કરવા માટે દોડાદોડી કરી છે.  આ પણ વાંચો: આનંદો! પેટ્રોલ-ડીઝલના ભાવ 8.5 રૂપિયા સુધી ઘટવાના એંધાણ, જાણો આવું કેવી રીતે શક્ય બનશે

  જાન્યુઆરીમાં પણ આવો બનાવ બન્યો હતો

  ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં પણ આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં 63 વર્ષની ઉંમરે એક વ્યક્તિએ 40 વર્ષીય મહિલા સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નની આ ખુશી વધારે સમય ટકી નહીં. કારણ કે સાસરીમાં પગલાં માંડતા જ દુલ્હનનું મોત થયું હતું. વડોદરા જિલ્લાના પીપલછટ ગામમાં રહેનારા 63 વર્ષીય કલ્યાણભાઈ રબારી અને 40 વર્ષીય લીલાબેનના ધામધૂમથી લગ્ન થયા હતા. આ લગ્ન અને પોતાના જીવનસાથીને લઈને બંને ખુશ હતા.

  આ પણ વાંચો: આયેશા આપઘાત કેસ: આરીફે પરિવાર સમૃદ્ધ હોવા છતાં દહેજ માટે ત્રાસ ગુજારી આયેશાને મરવા મજબૂર કરી

  જેમાં વૃદ્ધ સૌથી વધારે ખુશ હતા કે કારણ કે મોડે તો મોડે પરંતુ તેમને કન્યા મળી હતી. પરંતુ તેમને ખબર નહતી કે તેમની કિસ્મતમાં પત્નીનું સુખ લખ્યું જ નથી. એક દિવસ બાદ મંગળવારે દુલ્હન લીલા સાસરે પહોંચી હતી. લગ્નની રસમો દરમિયાન જ અચાનક દુલ્હન ચક્કર ખાઈને પડી ગઈ હતી. બેભાન હાલતમાં કલ્યાણ પોતાની નવી નવેલી દુલ્હનને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી.

  આ પણ વાંચો: સુરત: 17 વર્ષના તરુણે 14 વર્ષની તરુણીને પામવા કર્યું એવું કૃત્ય કે સીધો જેલમાં પહોંચ્યો!

  ચાર વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ

  ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. બીજી તરફ વડોદરાની બરોડા હાઈસ્કૂલ અલકાપુરી અને વિદ્યા વિહાર સ્કૂલમાં ચાર વિધાર્થીઓનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ સોમવાર સુધી શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે. વિધાર્થીઓમાં કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ વાલીઓએ ટેસ્ટ કરાવી સ્કૂલને જાણ કરી હતી. જે બાદમાં શાળા સંચાલકોએ શાળા બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત વિધાર્થીઓના સંપર્કમાં આવેલા ત્રણ શિક્ષકો અને અન્ય વિધાર્થીઓનો પણ ટેસ્ટ કરાવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે શાળાને પણ સેનિટાઇઝ કરવામાં આવી છે.

  આ પણ વાંચો: પત્ની અને દીકરીને બચાવવા વ્યક્તિએ દીપડા સાથે બાથ ભીડી, ગળું દબાવી દીપડાને પતાવી દીધો

  કેન્દ્રની ટીમ વડોદરા આવી

  ચૂંટણી બાદ વડોદરા સહિત શહેરમાં કોરોનાના કેસ વધ્યા છે. આ દરમિયાન એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ચૂંટણીને લીધે કેસમાં વધારો થયો છે. આ અંગે કેન્દ્રની એક ટીમ વડોદરા ખાતે દોડી આવી હતી. કેન્દ્રની આરોગ્ય ટીમે શહેર અને ગુજરાતમાં કેસમાં વધારા માટે ચૂંટણીને જવાબદાર ગણાવી હતી. આરોગ્યની ટીમના ડૉક્ટર કપુર ચંદ્રાએ આવું સૂચક નિવેદન આપ્યું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published:March 04, 2021, 13:53 pm

  ટૉપ ન્યૂઝ