Home /News /madhya-gujarat /

Organ Donation : વડોદરામાં માનવતા, બ્રેઇન ડેડ અંગદાનથી પાંચ દર્દીઓના જીવનમાં ફેલાશે નવો પ્રકાશ

Organ Donation : વડોદરામાં માનવતા, બ્રેઇન ડેડ અંગદાનથી પાંચ દર્દીઓના જીવનમાં ફેલાશે નવો પ્રકાશ

વડોદરામાં બ્રેઇન ડેડ પુત્રીના અંગોનું દાન કરી પરિવારે માનવતાનું કાર્ય કર્યું

વડોદરામાં પરિવારે ઘેરા શોક વચ્ચે માનવતાની મહેંક ફેલાવી છે. પરિવારે વ્હાલસોયી પુત્રીના આકસ્મિક બ્રેઇન ડેથ (Brain Death) બાદ હ્રદય, લિવર, કિડની, આંખ અને વાળનું દાન કરતાં પાંચ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાશે.

    નિધિ દવે : વડોદરામાં વધુ એકવાર માનવતાની સુવાસ પ્રસરી છે. વ્હાલસોયી પુત્રીના આકસ્મિક નિધન બાદ પરિવારે સમાજ માટે ઉમદા કાર્ય કર્યું છે. પુત્રીના બ્રેઇન ડેથ ( brain death ) બાદ પરિવારે તેણીના અંગોનું દાન ( donate organs ) કરતાં પાંચ દર્દીઓના જીવનને નવી પાંખ મળશે. હ્રદય (Heart), લિવર (Liver), વાળ (Hair), કિડની (Kidney) અને આંખોનું (Eyes) દાન કરાતાં આ અંગોથી પાંચ દર્દીઓને નવું જીવન મળશે.

    મલ્ટી નેશનલ કંપનીમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કામ કરતી કોમલ પટેલને 5 જૂનની રાત્રે ગંભીર હાલતમાં પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં (Parul Sevashram Hospital) દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેમને બ્રેન ડેડ (Brain Dead) જાહેર કરી હતી. પરિવારની સંમતિ બાદ તેનું હૃદય, લીવર, કિડની, આંખો અને વાળ જરૂરિયાતમંદ દર્દીઓને દાન (Organ Donate) કરવામાં આવ્યું.

    વડોદરાની કોમલ પટેલ કેદારનાથ ગઈ હતી અને ત્યાંથી ઘરે પરત ફર્યા બાદ તેમને માથાનો દુ:ખાવો શરૂ થયો તેમજ અચાનક આંચકીઓ આવવા લાગી. જેથી તેને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી.  ત્યારબાદ કોમલ પટેલને વધુ સારવાર માટે પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેમનું સેરેબ્રલ વેનસ થ્રોમ્બોસિસનું નિદાન કરવામાં આવ્યું. જો કે સ્થિતિ ઝડપથી બગડતા તેમને વેન્ટિલેટરી સપોર્ટ પર મૂકવામાં આવી. ત્યારબાદ તેમનું બ્રેઈન ડેડ થયું હોવાની પુષ્ટિ થઈ હતી. પારુલ સેવાશ્રમ હોસ્પિટલના નિષ્ણાતોએ તેમના પરિવારને અંગદાનના ઉમદા કાર્યની જાણ કરી હતી.

    હ્રદય,લીવર,કિડની,આંખો અને વાળનું દાન

    દર્દીના નાના ભાઈએ તેના પરિવારને અંગદાનના મહાન કાર્ય વિશે સમજાવ્યા બાદ આખરે તેઓએ અંગદાન માટે સંમતિ આપી હતી. તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ ઝાયડ્સ હોસ્પિટલ, અમદાવાદ અને ગ્લોબલ હોસ્પિટલ, મુંબઈના ડોકટરોની ટીમે 24 કલાકની અંદર અંગ પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તથા આ અંગોના પરિવહનને ઝડપી બનાવવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. તેવું પારુલ સેવાશ્રમ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. કોમલ પટેલે જણાવ્યું હતું.

    દર્દીના સંબંધીઓએ પોતાના વાળનું દાન કરીને કેન્સરના દર્દીઓને પણ આશાનું કિરણ આપ્યું. અંગદાન કરવાથી 5 જેટલા લોકોને નવજીવન પ્રાપ્ત થશે. જેમાં હૃદય એ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં,લીવર અને કિડની ઝાયડ્સ હોસ્પિટલમાં અને  આંખો સુમનદીપ હોસ્પિટલમાં જશે.

    આ પણ વાંચો : મહિલાની અનોખી ભક્તિ, સ્વ હસ્તે લખી ગીતા

    સરકારી કર્મચારી એવા કોમલના ભાઈ વિશાલ પટેલે કહ્યું કે, માતા અને બહેન કેદારનાથ ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ફર્યા બાદ બહેન કોમલ પટેલે ખૂબ માથું દુ:ખતું હોવાની તથા અન્ય તકલીફોની ફરિયાદ કરી હતી. અને ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડાઈ હતી. તેમની સ્થિતિ સતત બગડી રહી હતી જેના કારણે બહેન બ્રેન ડેડ થઈ જતા તેમના દ્વારા પરિવારને સમજાવી મહાન કાર્ય કરવાનો નિર્ણય લીધો હતો.અંગ દાન કરવાથી 5 લોકોને નવજીવન મળ્યું છે.

    આ પણ વાંચો : રસ્તા પર દોડતું મોત... જુઓ વીડિયો

    પારુલ સેવાશ્રમ હોસ્પિટલ SOTTO દ્વારા માન્ય ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર છે અને કિડની પ્રત્યારોપણ માટે અંગદાન અંગે જાગૃતિ લાવવા માટેની ઘણી પ્રવૃત્તિઓ વારંવાર કરવામાં આવે છે. પારુલ સેવાશ્રમ હોસ્પિટલના ડો. કોમલ પટેલ દ્વારા જણાવ્યા મુજબ, હોસ્પિટલ ટૂંક સમયમાં LIVE કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરશે.

    હોસ્પિટલનું સરનામું : પીઓ લીમડા, તાલ, વાઘોડિયા, વડોદરા, ગુજરાત

    હોસ્પિટલ સંપર્ક નંબર : 0987985000
    Published by:Hareshkumar Suthar
    First published:

    Tags: અંગદાન, વડોદરા સમાચાર

    આગામી સમાચાર