વડોદરાઃ સ્વિમિંગપુલમાં નહાતી મહિલાઓનો વીડિયો ઉતારનાર યુવકની ધરપકડ

વડોદરામાં સ્વિમિંગપુલમાં ન્હાતી મહિલાઓની નજીકમાં આવેલા બંગલામાંથી એક યુવક મોબાઇલમાં વીડિયો ઉતારતી હોવાની ઘટના બહાર આવી છે. (ફરિદખાન, વડોદરા)

News18 Gujarati
Updated: June 4, 2019, 4:55 PM IST
વડોદરાઃ સ્વિમિંગપુલમાં નહાતી મહિલાઓનો વીડિયો ઉતારનાર યુવકની ધરપકડ
આકાશ પટેલની કરતૂત કેમેરામાં કેદ
News18 Gujarati
Updated: June 4, 2019, 4:55 PM IST
ફરિદ ખાન, વડોદરાઃ સંસ્કારીનગરી વડોદરાને લાંછન લગાવતી ઘટનાં સામે આવી છે, વડોદરાનાં પોશ ગોત્રી- સેવાસી રોડ પર આવેલ પ્રિન્સ વિલાનાં સ્વિમિંગપુલ માં મહિલાઓ સ્વિમિંગ કરતી હતા ત્યારે સ્વિમિંગપુલને અડી ને આવેલ બંગલા માં રેહતા યુવકે મહિલાઓનો વિડિયો ઉતારતા મહિલાઓ ચોંકી ઉઠી હતી, અને સમગ્ર ઘટનાં અંગે પોલીસ ફરીયાદ કરતા ગોત્રી પોલીસે યુવકની ઘરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

વિક્રુત માનસિકતા છતી કરતો યુવકની ઓળખ થતા યુવક પોતે પ્રિન્સ વિલા કલબની બાજુમાં જ આવેલ અર્થ સોમનાથ સોસાયટીનો રેહવાસી હોવાનું બહાર આવ્યું છે. કોમ્પ્યુટર અને ઇલેકટ્રોનિકસનાં વ્યવસ્યા સાથે સંકળાયેલ આકાશ પટેલને આ પેહલા પણ પ્રિન્સ વિલાનાં કલબનાં સભ્યો સાથે ઝાડ કાપવા મામલે વિવાદ થયો હતો. અને વિવાદ ઉભો કરી આકાશે ઝાડ કપાવ્યા હતા. રવિવારે કલબની મહિલા સભ્યો સ્વિમિંગ કરતી હતી ત્યારે અર્ઘનગ્ન હાલતમાં પોતાનાં બંગલીની લોબીમાં ઉભા રહી અશોભનીય રીતે પોતાનાં મોબાઇલથી મહિલાઓનો વિડિયો ઉતારતા મહિલાઓ ચોંકી ઉઠી હતી અને મેનેજર કુણાંલ ને ફરીયાદ કરી હતી.

કલબમાં સિવિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી મહિલાઓની પ્રાઇવસી ને લઇને પણ સવાલો ઉભા થયા છે. આકાશ પટેલે જ જે ઝાડોની ગીચતા વચ્ચે સવિમિંગપુલ દેખાતો ન હતો તે સ્વિમિંગપુલની આડે આવતા ઝાડો કપાવ્યા હતા. પછી આ રીતે મહિલાઓનો સ્વિમિંગપુલમાં સ્વિમિંગ કરતા વિડિયો ઉતારતા સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા.

કલબનાં સંચાલકો સામે પણ સવાલો ઉભા થાય છે, કે મહિલાઓ માટેના સ્વિમિંગપુલ આજે એવી કોઇ આજ કેમ ન કરવામાં આવી કે મહિલાઓ જયારે સ્વિમિંગ કરતી હોય ત્યારે તેમની પ્રાઇવેસી સચવાઇ રહે, કલબનાં મેનેજર કુણાંલે પણ પોતે પ્રાઇવસીનો અભાવ હોવાની વાતને કબુલે છે.

હવે આવી ઘટનાં ફરીવાર ન બને તે માંટે તાત્કાલિક સ્વિમિંગપુલ બહારથી ન નિહાળી શકાય તેવી આડ બનાવવાનું કાર્ય હાથ પર તાત્કાલિક લેવામાં આવ્યું છે. પ્રિન્સ વિલા કલબની મહિલાઓની ફરિ યાદનાં આઘારે ગોત્રી પોલીસે આકાશ પટેલની ઘરપકડ કરી છે. અને તેણે જે રીતે ફરિયાદી મહિલાઓએ વિડિયો ઉતારવા અંગે આકાશ પટેલને ઠપકો આપ્યો ત્યારે આકાશે સ્વિમિંગપુલવાળો વિડિયો વાયરસ કરવાની ઘમકી આપી હતી. તે અંગે પણ પોલીસે ફરીયાદ કરી છે, ત્યારે પોલીસે આકાશ પટેલનો મોબાઇલ ફોન, અને લેપટોપ કબ્જે કર્યું છે અને તપાસ હાથ ઘરી છે.

વડોદરાનાં ડીસીપી રાજન સુસરાએ ન્યુજ 18.કોમ ને જણાવ્યું કે સમગ્ર ઘટના ને અમે ગંભીરતાથી લીઘી છે, અને તટષ્ટ રીતે તપાસ કરવામાં આવશે અમે સમગ્ર ઘટનાં ને ગંભીરતાથી લિઘી છે, અને આકાશ પટેલની ઘરપકડ કરવામાં આવી છે, તેનો મોબાઇલ ફોન અને લેપટોપ કબ્જે કર્યું છે, અને વિવાદસ્પદ વિડિયો અંગે તપાસ આદરી છે.
Loading...

આંમ અમદાવાદમાં ભાજપનાં ઘારાસભ્ય ઘ્વારા મહિલા સાથે હિંસક અપમાનજનત ઘટના બાદ વડોદરા માં સ્વિમિંગપુલમાં સ્વિમિંગ કરતી મહિલાઓનો વિડીયો ઉતારી તેને સોશિયલ મીડીયા પર વાયરલ કરી દેવાની ઘમકીની ઘટનાએ સૌ ને ચોંકવી દિઘા છે, ત્યારે મહિલાઓ માંટે નાં સ્વિમિંગપુલની પ્રાઇવેસી સામે આ ઘટનાં બાદ અનેક સવાલો ઉભા થયા છે, ત્યારે ખાંનગી કે સરકારી સ્વિમિંગપુલ નાં સંચાલકો માંટે આ ઘટનાં લાલબત્તી સમાન છે,
First published: June 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...