બોન્સાઇ એ એક ટેક્નિક છે, જે જાપાનમાં વિકસાવવામાં આવી હતી...
શહેરી વિસ્તારમાં મોટા વૃક્ષ ઉગાડવા મુશ્કેલ છે.તેના માટે બોન્સાઇ ટેક્નિક શ્રેષ્ઠ છે.બોન્સાઇ ટેક્નિક જાપાનમાં વિકસાવવામાં આવી હતી. જેમાં નાનકડા પાત્રમાં મોટા વૃક્ષોની નાની પ્રતિકૃતિ ઉગાડવામાં આવે છે.
Nidhi Dave, Vadodara: બોન્સાઇ એ એક ટેક્નિક છે, જે જાપાનમાં વિકસાવવામાં આવી હતી. જેમાં નાનકડા પાત્રમાં મોટા વૃક્ષોની નાની પ્રતિકૃતિ ઉગાડવામાં આવે છે. શહેરના બનયન બોન્સાઈ ક્લબ દ્વારા છેલ્લાં 16 વર્ષથી નવાં ઉભરતાં બોન્સાઈ આર્ટિસ્ટને પ્રોત્સાહિત કરવાં દર મહિને નિયમિત વર્કશોપનું આયોજન કરે છે.
બોન્સાઈ ક્લબમાં 200થી વધુ સક્રિય આર્ટિસ્ટ
બોન્સાઈ આર્ટિસ્ટ્સની ક્રિએટીવીટીને વધુ વેગ આપવાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સયાજીગંજના પારસી અગિયારી ગ્રાઉન્ડ ખાતે 16માં બોન્સાઈ પ્રદર્શન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. બનયન બોન્સાઈ ક્લબના પ્રેસિડેન્ટ ચંદા અગવાલે જણાવ્યું હતું કે,
બોન્સાઈ ક્લબમાં 200થી વધુ સક્રિય આર્ટિસ્ટ જોડાયેલાં છે. જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓથી માંડીને વયોવૃદ્ધ આર્ટિસ્ટનો સમાવેશ થાય છે.
ચાલુ વર્ષે અમે 16માં બોન્સાઈ પ્રદર્શનનું આયોજન કર્યું છે. દેશ - વિદેશના ફળ - ફુલ, કુદરતના ખોળે મેદાનોમાં, પર્વતો પર, નદી - દરિયા કિનારે જોવાં મળતાં અનેકવિધ આકર્ષક બોન્સાઈ પ્લાન્ટ્સ પ્રદર્શનાર્થે મૂકાયા છે.
30 અલગ અલગ પ્રકારના બોન્સાઈ
30 અલગ અલગ પ્રકારના બોન્સાઈ હોય છે. બોન્સાઈને આર્ટિસ્ટ એમની ક્રિએટિવિટીના આધારે આકાર આપતા હોય છે.
અને જે નર્સરીમાંથી વૃક્ષ લાવ્યા હોય અને એને બોન્સાઈમાં પરિવર્તિત કર્યા બાદ એની સુંદરતામાં અને કિંમતમાં વધારો થઈ જતો હોય છે. આ તમામ ક્રિએટિવિટી ક્યાંકને ક્યાંક પર્યાવરણને અનુસરતી હોય છે.