Home /News /madhya-gujarat /BOB Job Update: બેંક ઓફ બરોડામાં 198 વેકેન્સી અરજી કરવાની છેલ્લી તક

BOB Job Update: બેંક ઓફ બરોડામાં 198 વેકેન્સી અરજી કરવાની છેલ્લી તક

અરજી કરવાની અંતિમ તારીખ 1 ફેબ્રુઆરી છે.

બેંક ઓફ બરોડા વડોદરા, મુંબઇ, દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા, બેંગલોર, લખનઉ, જયપુર, ભોપાલ, મેનેજર લેવલની 198 જગ્યાની ભરતી કરવા જઈ રહી છે. ઉમેદવારો 1 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. 

    વડોદરા: બેંક ઓફ બરોડા (Bank of Baroda) વડોદરા, મુંબઇ, દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા, બેંગલોર, લખનઉ, જયપુર, ભોપાલ, મેનેજર લેવલની 198 જગ્યાની ભરતી કરવા જઈ રહી છે. ઉમેદવારો 1 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન અરજી (Online Apply) કરી શકે છે. પાંચ વર્ષના કરાર આધારિત (Contract Based) નિમણૂક કરવામાં આવશે. ઇચ્છુક ઉમેદવારો બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટ (BOB Official Website) પરથી ઓનલાઈન અરજી કરી શકશે.

    શૈક્ષણિક લાયકાત: પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી છે. વિસ્તૃત જાણકારી માટે બેંકની ઓફિશિયલ વેબસાઇટ https://www.bankofbaroda ના Career સેક્શનમાં આપેલા નોટિફિકેશમાંથી જાણી શકશે.

    પસંદગીની પ્રક્રિયા: યોગ્ય ઉમેદવારની પસંદગી શોર્ટ લિસ્ટિંગ અને પર્સનલ ઇન્ટરવ્યુને આધારે કરવામાં આવશે.

    એપ્લિકેશન ફી: જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી ઉમેદવારો માટે ફી રૂ. 600 અને એસસી, એસટી, પીડબ્લ્યુડી, મહિલા ઉમેદવારો માટે રૂ. 100. જ્યારે ઉપલી વયમર્યાદામાં એસસી, એસટી, ઓબીસી, પીડબ્લ્યુડી તથા એક્સ સર્વિસમેન ઉમેદવારો નિયમ અનુસાર છૂટછાટ મળશે.

    આ પણ વાંચો: રાજકોટ : કિશન ભરવાડ હત્યા કેસ બન્યો લોહિયાળ! પોલીસે લાઠી ચાર્જ કરતા યુવાનો ઇજાગ્રસ્ત

    પોસ્ટ:
    1. હેડ સ્ટ્રેટેજી માટે 1 જગ્યા (38-50 વર્ષ માટે)
    2. નેશનલ મેનેજર ટેલીકોલિંગ માટે 1 જગ્યા (34-50 વર્ષ માટે)
    3. હેડ પ્રોજેક્ટ એન્ડ પ્રોસેસ માટે 1 જગ્યા (35-50 વર્ષ માટે)
    4. નેશનલ રીસીવેબલ મેનેજર માટે 3 જગ્યા (40-55 વર્ષ માટે)
    5. ઝોનલ રિસીવેબલ મેનેજર માટે 21 જગ્યા (35-55 વર્ષ માટે)
    6. વાઈસ પ્રેસિડેન્ટ સ્ટ્રેટેજી મેનેજર માટે 3 જગ્યા (35-50 વર્ષ માટે)
    7. ડે. વાઈસ પ્રેસિડેન્ટ સ્ટ્રેટેજી મેનેજર માટે 3 જગ્યા (30-45 વર્ષ માટે)
    8. વેન્ડર મેનેજર માટે 3 જગ્યા (28-45 વર્ષ માટે)
    9. કમ્પલાયન્સ મેનેજર માટે 1 જગ્યા (28-45 વર્ષ માટે)
    10. રિજનલ રિસીવેબલ મેનેજર માટે 48 જગ્યા (30-50 વર્ષ માટે)
    11. MIS મેનેજર માટે 4 જગ્યા (25-40 વર્ષ માટે)
    12. કમ્પ્લેન મેનેજર માટે 1 જગ્યા (25-40 વર્ષ માટે)
    13. પ્રોસેસ મેનેજર માટે 4 જગ્યા (25-40 વર્ષ માટે)
    14. આસિ. વાઈસ પ્રેસિડેન્ટ સ્ટ્રેટેજી મેનેજર માટે 1 જગ્યા (25-35 વર્ષ માટે)
    15. એરિયા રિસીવેબલ્સ મેનેજર માટે 50 જગ્યા (25-35 વર્ષ માટે)
    16. આસિ. વાઈસ પ્રેસિડેન્ટ માટે 50 જગ્યા (26-40 વર્ષ માટે)
    17. આસિ. વાઈસ પ્રેસિડેન્ટ પ્રોજેકટ મેનેજર માટે 3 જગ્યા (25-40 વર્ષ માટે)

    આ રીતે અરજી કરો: ઉમેદવારો બેંક ઓફ બરોડા ની ઓફિશિયલ વેબસાઇટ www.bankofbaroda.in ના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 1 ફેબ્રુઆરી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: BOB, Vadodara, નોકરી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन