Home /News /madhya-gujarat /

Good news: વડોદરાના સુરસાગરમાં બોટિંગને મંજૂરી, સભાની મંજૂરી બાદ ટેન્ડરની કામગીરી શરૂ

Good news: વડોદરાના સુરસાગરમાં બોટિંગને મંજૂરી, સભાની મંજૂરી બાદ ટેન્ડરની કામગીરી શરૂ

28 વર્ષ બાદ સુરસાગરમાં બોટિંગ ફરી શરૂ કરવાનો રસ્તો ખુલ્યો છે 

vadodara news: વર્ષ 1993માં સુરસાગરની બોટિંગ (boating in sursagar) દુર્ઘટના બાદ બંધ થયેલી બોટિંગ ફરી સુરસાગર તળાવમાં (sursagar lake) વચ્ચેના પાણીના ભાગમાં બોટિંગ શરૂ કરવા માટે પાલિકાએ

    વડોદરાઃ 28 વર્ષ બાદ સુરસાગરમાં બોટિંગ (Boating in sursagar) ફરી શરૂ કરવાનો રસ્તો ખુલ્યો છે અને સ્થાયી સમિતિએ તેના માટેની પ્રક્રિયા શરૂ કરવા માટે મંજૂરી આપી છે અને ટિકિટના (ticket) દર નક્કી કરવાનો નિર્ણય સામાન્ય સભા પર છોડવામાં આવ્યો છે. હવે જોવાનું એ છે કે આ નિર્ણય કેટલા સમયમાં લેવાશે???

    વડોદરા શહેરની મધ્યમાં આવેલ સુરસાગર વર્ષ 1993માં બોટિંગ દુર્ઘટના બાદ બંધ થયેલી બોટિંગની સેવા ફરી સુરસાગર તળાવની મધ્યભાગ જે પાણીના ભાગમાં બોટિંગ શરૂ કરવા માટે પાલિકાએ આયોજન હાથ ધર્યું છે. સુરસાગરમાં બોટિંગ શરૂ કરવા મેયરે સૂચન કરતાં અમદાવાદ પાલિકા દ્વારા કાંકરિયા તળાવમાં બોટિંગ સુવિધાના જે નીતિ નિયમો નક્કી કરાયા છે તેનું માર્ગદર્શન મેળવ્યું હતું અને તેના આધારે સુરસાગર બોટિંગ માટેના કેટલાક નિયમો તૈયાર કર્યા છે.

    બોટિંગ માટે જે કોઈ સંચાલક આવે તેણે પોલીસ અને ફાયર સેફટી વિભાગના અભિપ્રાય મુજબ પાલિકાના નામનો વીમો લેવાનો રહેશે. ટિકિટની આવકમાંથી પાલિકાને આપવા પાત્ર ૨કમના જે ટકા નક્કી થાય તે મુજબ ભાવ પત્રક નિયત કરાશે. બોટિંગ ટિકિટનું સોફ્ટવેર પાલિકાના આઇટી વિભાગ પાસે એપ્રુવ કરાવવું પડશે.

    હરણી મોટનાથ તળાવમાં બોટિંગ ટિકિટનો ભાવ 30 મિનીટ નો રૂ .50 છે ત્યારે તે મુજબ રૂપિયા 50 નો ભાવ 30 મિનિટનો રાખી શકાશે અથવા સભા નક્કી કરે તે મુજબ ભાવ રાખવામાં આવશે. બોટિંગ સેવાની ફી ઓછામાં ઓછી રાખે તો જ વડોદરાના તમામ લોકો તેનો લાભ ઉઠાવી શકશે કારણકે, વડોદરા શહેરમાં તમામ વર્ગોના લોકો રહે છે જેથી કરીને આ લાભ પણ તમામ ને મળી રહે તેનો ખાસ ખ્યાલ રાખવો પડશે.

    સંચાલક પેડલ અથવા મશીન બોટ રાખી શકશે. જો કોઈપણ અકસ્માત થાય તો તેની જવાબદારી સંચાલકની રહેશે. અહીં તમામ પ્રકારની સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવશે. જેથી કરીને અગાઉ થયેલી દુર્ઘટના ફરી સર્જાઈ નહીં. વડોદરા શહેરના લોકો પણ ખુબજ ઉત્સાહી છે અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સુરસાગરમાં ફરી એક વખત બોટિંગ કરવાનો લાભ મળશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Vadodara news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन