Board Exam Part 3: ધોરણ 10ના ગણિત વિષયના 5 થી 10 પ્રકરણ, જુઓ Video
Board Exam Part 3: ધોરણ 10ના ગણિત વિષયના 5 થી 10 પ્રકરણ, જુઓ Video
ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી....
હવે બોર્ડ પરીક્ષાની (Borad Exams) તારીખ પણ જાહેર (Date Declare) કરી દેવામાં આવી છે. ખાસ 10માં ધોરણના વિદ્યાર્થીઓ (10th Standard Students) પાસે હવે બહુ ઓછા દિવસો બાકી રહ્યા છે. તેવામાં હવે બધી જ વસ્તુઓ પહેલેથી કરવી કે શીખવી શક્ય નથી.
વડોદરા: હવે બોર્ડ પરીક્ષાની (Borad Exams) તારીખ પણ જાહેર (Date Declare) કરી દેવામાં આવી છે. ખાસ 10માં ધોરણના વિદ્યાર્થીઓ (10th Standard Students) પાસે હવે બહુ ઓછા દિવસો બાકી રહ્યા છે. તેવામાં હવે બધી જ વસ્તુઓ પહેલેથી કરવી કે શીખવી શક્ય નથી. પરંતુ ગણિતમાં કયા કયા દાખલાઓ મહત્વના છે, કયા પ્રકરણ માંથી કયો દાખલો મહત્વનો છે, એ અહીં ગણિત વિષયના નિષ્ણાત રાકેશ પટેલ સર જાણકારી આપશે.
ગણિત વિષય એક એવો છે, જો જોવા જઈએ તો ઘણો સરળ છે. પરંતુ જે વિદ્યાર્થીઓ ગણિતની સરળતાને સમજી નથી શકતા એમની માટે ખૂબ કઠિન થઈ જતું હોય છે. ગણિત વિષયમાં બીજા વિષયોની જેમ ગોખવાનું નથી હોતું. જો પદ્ધતિને સમજી લીધી કે કયા દાખલા ને કેવી રીતે કરવો તો પછી તમે ગણિતના રાજા. તો એના માટે જ આ ખાસ વીડિયો બનાવવામાં આવ્યો છે કે, જે વિદ્યાર્થીઓ અસમંજસમાં હોય હજી સુધી કે, ક્યાં પ્રકરણ માંથી શુ કરવું અને ક્યાં ક્યાં સૂત્રો યાદ રાખવા. એવા વિદ્યાર્થીઓ માટે આ ખાસ ઉપયોગી છે. જેમાં ગણિતના 80 માર્કના પેપરમાંથી 30 માર્ક તો આવી જ જાય, એની જાણકારી અહીં આપવામાં આવી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર