Board exam: બોર્ડના પરીક્ષાર્થીઓને પુષ્પ અને પેન આપી કલેક્ટરે વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો
Board exam: બોર્ડના પરીક્ષાર્થીઓને પુષ્પ અને પેન આપી કલેક્ટરે વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો
કલેક્ટર અતુલ ગોરે પરીક્ષા આપતા છાત્રોને નિર્ભિક બની કસોટીમાંથી પાર ઉતરવા શીખ આપી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ સોમવારથી શરૂ થયેલી ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પ્રારંભ પૂર્વે શહેરના મેયર અને કલેક્ટર સહિતના મહાનુભાવોએ અહીંની એક શાળામાં ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને સુકામનાઓ પાઠવી હતી.
વડોદરા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ સોમવારથી શરૂ થયેલી ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પ્રારંભ પૂર્વે શહેરના મેયર અને કલેક્ટર સહિતના મહાનુભાવોએ અહીંની એક શાળામાં ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને સુકામનાઓ પાઠવી હતી. જેથી વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ એન્ડ જોશ રહે પરીક્ષા આપવાનો.
વડોદરા શહેર જિલ્લાના 241 જેટલા કેન્દ્રો પર 70 હજાર થી વધુ પરીક્ષાર્થીઓ બોર્ડ પરીક્ષાઓ આપશે. બોર્ડ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારાધોરણો ને આધીન જરૂરી વ્યવસ્થાઓ કલેકટર ના વડપણ હેઠળની પરીક્ષા સમિતિએ કરી છે. જ્યારે પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં પરીક્ષાઓ યોજાય તે માટે જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તથા આજરોજ શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવા માટે ખાસ પ્રકારના આયોજનો કરવમાં આવ્યા હતાં.
કલેક્ટર અતુલ ગોર તથા મેયર કેયુર રોકડિયા, ઉપમેયર નંદાબેન જોશી, અગ્રણી ઋત્વિજ જોશી, નગરસેવકો સહિતના અગ્રણીઓ સવારના વિદ્યુતનગર સ્થિત વિદ્યુત વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં આ મહાનુભાવોએ પરીક્ષા ખંડમાં જઇ રહેલા છાત્રોને શુભકામનાઓ પાઠવવા સાથે ચોકલેટથી મ્હોં મીઠા કરાવ્યા હતા. ઉપરાંત પુષ્પ, બોલપેન આપીને આવકાર્યા હતા. મહાનુભાવોએ પરીક્ષાનો ડર રાખ્યા વિના કસોટીમાંથી પાર ઉતરવા શીખ આપી હતી. વિદ્યાર્થીઓને ખાસ જરૂર છે, કારણ કે બે વર્ષ બાદ આ વર્ષે ફરી એક વખત ઓફલાઈન પરીક્ષા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે. જેમાં ખાસ વિદ્યાર્થીઓની લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે.
બાદમાં કલેક્ટર ગોરે પરીક્ષા ખંડમાં કરવામાં આવેલી વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું હતું. ઉનાળાની સ્થિતિને ધ્યાને રાખીને પંખા, પીવાના પાણીની સુવિધા સહિતની બાબતોની ચકાસણી કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. જેથી કરીને ચાલુ પરીક્ષા એ કોઈ વિદ્યાર્થીને મુશ્કેલી ન પડે, એનું ખાસ આયોજન દરેક પરિક્ષાગણમાં હોવું જરૂરી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર