વડોદરા: આઝાદી કા અમૃત પર્વ અને સુશાસન સપ્તાહ નિમિત્તે સરકારી દવાખાનાઓમાં 21 રકતદાન શિબિરો યોજવાના અભિયાનનો પ્રારંભ થયો. ગ્રામજનોને રક્તદાનની અગત્યતાની માહિતી આપવામાં આવી. ગ્રામજનોમાં રક્તદાન માટે ની જાગૃતતા ફેલાવવી એ ખૂબ જ જરૂરી છે. કારણકે એ ગામના નગરજનોમાં આ વિશે માહિતી ફેલાવનારું કોઈ નથી. અને ગ્રામજનોને રક્તદાનનું મહત્વ પણ ખબર હોતી નથી.
આરોગ્ય પરિવાર, જિલ્લા પંચાયત વડોદરા દ્વારા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડાના પેટા કેન્દ્ર વાસણા- કોતરિયા ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 11 (અગિયાર ) લોકોએ રકતદાન કર્યું હતું. આ ગામમાં સરકારી દવાખાનાના સૌજન્યથી પહેલીવાર રક્તદાન શિબિર યોજવામાં આવી. જેમાં રક્તદાનની જીવન રક્ષા માટે અગત્યતા, કોણ રક્તદાન કરી શકે અને રક્તદાન સલામત હોવાની વિગતવાર સમજણ આપવામાં આવી હતી.
આ કેમ્પમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.જી જૈન, તાલુકા હેલ્થ ઓફિસર ડો. નીરજ દેસાઈ, મેડિકલ ઓફિસર, ડો. નેહા શાહ, આયુષ મેડિકલ ઓફિસર ડો. નેહા વરિયા, સુપરવાઈઝર એસ. ટી. ભાભોર તેમજ આરોગ્ય કાર્યકર શૈલેષભાઈ અને કાંતાબેન તેમજ આશા બહેનો અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર કૌશલ પટેલ હાજર રહ્યા હતા.
યાદ રહે કે આઝાદી કા અમૃત પર્વ અને હાલમાં ચાલી રહેલા સુશાસન સપ્તાહના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના સરકારી દવાખાનાઓ અને આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો ખાતે તા.26 થી 29 દરમિયાન કુલ 21 રક્તદાન શિબિર યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વાસણા કોતરીયા ઉપરાંત થુવાવી, કોયલી અને કરજણ ખાતે પણ તેનું આયોજન થયું હતું. જેમાં 11 લોકોએ રક્તદાન કર્યું હતું. પ્રથમ વખત પ્રમાણે ઘણી સારી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા. જો આ પ્રમાણે ગામડાઓમાં રક્તદાન શિબિરનું આયોજન થતું રહે આવનારા સમયમાં આ સંખ્યા બમણી થઇ શકે છે.