કેતન ઇનામદારનાં રાજીનામા અંગે ઉર્જામંત્રીની સ્પષ્ટતા, 'મારા અધિકારીઓ સારૂં કામ કરી રહ્યાં છે'

કેતન ઇનામદારનાં રાજીનામા અંગે ઉર્જામંત્રીની સ્પષ્ટતા, 'મારા અધિકારીઓ સારૂં કામ કરી રહ્યાં છે'
કેતન ઇનામદાર અને સૌરભ પટેલની ફાઇલ તસવીર

કેતન મહેન્દ્રભાઈ ઇનામદાર સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તેમણે બુધવારે પોતાના મતવિસ્તારની મુખ્ય માંગણીઓ, રજૂઆતો અને વહીવટી તંત્રના સંકલનના અભાવથી કંટાળીને રાજીનામુ આપી દીધું હતુ.

 • Share this:
  વડોદરા : સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પત્ર લખીને રાજીનામું આપી દેતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કેતન મહેન્દ્રભાઈ ઇનામદાર 135-સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેમણે બુધવારે પોતાના મતવિસ્તારની મુખ્ય માંગણીઓ, રજૂઆતો અને વહીવટી તંત્રના સંકલનના અભાવથી કંટાળીને રાજીનામુ આપી દીધું હતુ. કેતન ઇનામદારે વાત કરતા જણાવ્યું હતું કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્યના પદની ગરિમા તથા સન્માન અમારું જાળવવામાં આવતા નથી તેમજ સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ અમારી અવગણના કરે છે.

  કેમ ધારાસભ્યએ રાજીનામુ આપ્યું?  મહત્વનું છે કે, સાવલી નગરપાલિકાનું લાખો રૂપિયાનું વિજ બીલ બાકી હોવાથી જીઈબી દ્વારા વિજ કનેક્શન કાપી નાંખવાની તૈયારી કરવામાં આવી હતી. જોકે, ધારાસભ્ય કેતન ઈનામદારે મધ્યસ્થી કરીને 10 ટકા રકમ ભરવાનો ઉકેલ લાવ્યા હતા. પરંતુ નગરપાલિકાના કર્મચારીઓના પ્રોવિડન્ડ ફંડના નાણા પ્રોવિડન્ડ ફંડ કચેરીમાં જમા ન થતા પીએફ કચેરી દ્વારા નગરપાલિકાના બેન્ક ખાતા સીઝ કરી દેવાયા હતા. જેથી જીઈબીને 10 ટકા રકમ ચૂકવાય તેવી ન હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, સાવલી-ડેસર તાલુકામાં 34 ગામોમાં સિંચાઈ યોજનાઓની વ્યવસ્થા નથી. આ અંગે પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેનો કઇ જ નિર્ણય સામે આવતો નથી.

  ઉર્જામંત્રીએ આ અંગે શું કહ્યું?

  આ અંગે ઉર્જામંત્રી, સૌરભ પટેલ સાથે ન્યૂઝ18ગુજરાતી સાથે વાત કરી હતી. તેમાં જણાવ્યું કે, 'કેતનભાઇ ઘણાં જ સિનીયર છે. તેમનો થોડા દિવસ પહેલા મારી પર ફોન હતો. તેટલું જ કહ્યું હતું કે, સ્ટ્રીટ લાઇટો કપાઇ ગઇ છે અને તેના પેમેન્ટ બાકી છે, તો તમે ચાલુ કરી આપો. મેં તેમને કહ્યું હતું કે, ચીફ ઓફિસરને તમે ફોર્વડેડ તારીખના ચેક આપી દેજો. આ ઉપરાંત તેમની સાથે મારી કોઇ વાત થઇ નથી. નગરપાલિકાની તકલીફો હોય છે તે અમે દૂર કરીએ છીએ. રાજીનામા અંગે મારી સાથે વાત થઇ નથી. હું કોન્ફરન્સમાં દિલ્હી આવ્યો છું તેથી મારી કોઇની સાથે આ અંગે વાત નથી થઇ. મારા પ્રમાણમાં ગુજરાતમાં ઉર્જા વિભાગનાં અધિકારીઓ સારૂ કામ કરી રહ્યાં છે. જો ઉર્જાનાં કોઇપણ અધિકારી આ અંગે વિવાદ થયો હશે તો હું જોઇશ.'

  કેતન ઇનામદારે મીડિયા સાથે વાત કરી હતી

  કેતન ઇનામદારે રાજીનામું આપ્યા પછી મોડી રાત્રે કેતન ઇનામદારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં કેતન ઇનામદારે કહ્યું હતું કે આ મામલે મને મારા પ્રદેશ અધ્યક્ષ અને મોવડીમંડળ પર વિશ્વાસ છે. ગુરુવારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે મુલાકાત પછી આ વાતનું નિરાકરણ લાવીશું. આજે રાજીનામું પાછું ખેંચવાનો નથી. નિરાકરણ આવશે પછી કાર્યકર્તા સાથે ચર્ચા કરીને નિર્ણય કરીશ. મને અધ્યક્ષે ખાતરી આપી છે કે તમારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. માત્ર લેખિત નહીં નક્કર પગલાં જોઈએ છે. કેતન ઇનામદારે એમજીવીસીએલના અધિકારી ભટ્ટ પર પણ આરોપ લગાવ્યા હતા. કહ્યું હતું કે અધિકારીઓ લોકોના પ્રશ્નો પર ધ્યાન આપે. અધિકારીને આ વાત પણ સરકારને જણાવીશ.

  Published by:News18 Gujarati
  First published:January 23, 2020, 11:56 am

  ટૉપ ન્યૂઝ